Gujarat

ભુજની બેંકર્સ કોલોનીના એપાર્ટમેન્ટની ખાનગી ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ

ભુજ
જિલ્લા મથક ભુજના હાર્દસમાં જ્યુબિલી સર્કલ પાસેની બેંકર્સ કોલોનીના ક્ષયરાજ એપારમેન્ટમાં ગ્રાંઉડ ફ્લોર પર આવેલી ખાનગી ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ઉઠી હતી. ૫ માલની બિલિન્ડમાં અચાનક આગના ધુમાડા જાેવા મળતા આસપાસના રહેવાસીઓમાં દોડધામ મચી ગઇ હતી અને તુરંત ફાયર વિભાગને જાણ કરી હતી. અગ્નિશમન દલ દ્વારા તાકીદે ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. અતિ ભીડભાડ વાળા વિસ્તારમાં આગના પગલે ચિંતા વ્યાપી ગઈ હતી. જાેકે આગ કાબુમાં આવી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. શહેરના જ્યુબિલી સર્કલ પાસે આવેલા એપાર્ટમેન્ટના ગ્રાન્ડફ્લોરમાં આવેલી ખાનગી વ્યવસાયની ઓફિસમાં આગ લાગી ઉઠી હતી. આ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ આગની ઘટના સંભવિત શોર્ટ સર્કિટના કારણે બની હતી. રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારમાં બનેલી આગની બિનાથી એક સમયે હડકંપ મચી ગયો હતો, જાેકે ફાયર વિભાગના બે લાય બંબા દ્વારા તાકીદે આવી પહોંચી ધુમાડા વચ્ચે આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *