Gujarat

ભુજમાં ટ્રકમાં પાછળ બાઈક ઘૂસી જતાં એકનું મોત, એક ઘાયલ

ભુજ
ભુજ નલિયા ધોરીમાર્ગ પરના તેરા નજીકના જલાણા તળાવ પાસે ઉભેલી ટ્રક પાછળ બાઈક અથડાઈ પડતા બાઈક સવાર બન્ને યુવકો ગંભીર રૂપે ઘાયલ થયા હતા. જેમને પ્રથમ નલિયા સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં અબડાસા તાલુકાના આસાપર ગામના ૨૨ વર્ષીય રિઝવાન સાલેમામદ તુંરિયાને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. જ્યારે તેના પિતરાઈ ભાઈ હફિજુલ કાસમ તુંરિયાને માથા અને ડાબા હાથમાં ગંભીર ઇજાને લઈ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માત વેળાએ બાઈક ચાલક કોણ હતું એ વિશે હજુ સુધી પોલીસમાં કોઈ નોંધ થઈ શકી નથી. અકસ્માતની આ ઘટના નલિયા તેરા વચ્ચેના માર્ગ પર આવતા જલાણા તળાવ પાસે બની હતી. જેમાં આસાપરથી બાઈક પર ભુજ જવા નીકળેલા બન્ને પિતરાઈ ભાઈઓની બાઈક માર્ગમાં ઉભેલી ટ્રક પાછળ ટકરાઈ ગઈ હતી. જેના પગલે બન્ને યુવકો ગંભીર રૂપે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાંજ આસપાસના લોકો ઘટનસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલ યુવકોને નલિયા સરકારી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા જ્યાં હતભાગી યુવકોના સબધી પહોંચી આવ્યા હતા અને વધુ સારવાર માટે ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા્‌ં આવ્યા હતા.

38.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *