Gujarat

ભેંસાણ પોલીસ સ્ટેશનનાં ઘરફોડ ચોરીનાં ગુનાના છેલ્લા 2 વર્ષથી નાસતા-ફરતા આરોપીને ગરમલી ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

શ્રી અશોકકુમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાંઓ દ્વારા રેન્જનાં જિલ્લાઓમાં નાસતા-ફરતા આરોપીઓ/ ફરાર કેદીઓ પકડી પાડવા સુચનાં આપેલ હોય, જે અન્વયે શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીના દ્વારા રાજ્ય / જિલ્લાનાં નાસતા-ફરતા આરોપીઓ તથા જેલમાંથી પે-રોલ ર્કો તથા વચગાળાનાં જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી સુચના આપેલ હોય, જે અન્વયે શ્રી એસ.એમ.સોની, પોલીસ ઈન્સ્પેક્ટર, ઈન્ચાર્જ એસ.ઓ.જી. તથા શ્રી પી.બી.લડ પોલીસ સબ ઈન્સ્પેક્ટ, એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી. ટીમને “ જુનાગઢ જિલ્લાના ભેસાણ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુન્હા નંબર-૧૧૧૦૩૦0૭૨૦૦૦૫૩/૨૦૨૦૨૦, આઇ.પી.સી. કલમ- ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબના ગુન્હાના કામેનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતો-ફરતો હતો. મજકુર ઈસમને અમરેલી, જિલ્લાનાં ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારનાં ગામ-ગરમલી, ગભરૂભાઇ માંજરીયાની વાડીએથી ચોક્કસ અને આધારભુત ખાનગી બાતમીરાહે થી ઝડપી પાડવામાં સફળતાં મળેલ છે.
*પકડાયેલ આરોપી*
અરવિંદ ઉર્ફે ગાંગાભાઇ ખોડાભાઇ રાખોલીયા, ઉ.વ.૪૫, ધંધો-ખેતીકામ, રહે.મુળ-ચુડા, મોટી પાટી, તા.ભેંસાણ, જિ.જુનાગઢ, હાલ રહે.ગરમલી, ગભરૂભાઇ માંજરીયાની વાડીએ, તા.ધારી, જિ.અમરેલી.
*ગુનાની વિગત*
મજકુર પકડાયેલ ઈસમ અરવિંદ ઉર્ફે ગાંગાભાઇ ખોડાભાઇ રાખોલીયા તથા અબુ ઉર્ફે વૈભવ અશોકભાઇ બાવળીયા નામની વ્યકતિ સાથે મળી ચુડા ગામમાં રહીશ આ કામનાં ફરિયાદીશ્રી રંજનીભાઇ વશરામભાઇ ગજેરાની ખોડીયાર આઈસ્ક્રીમ નામની દુકાનમાંથી તા.૦૫/૦૩/૨૦૨૦નાં રોજ રોકડ રૂપિયા તથા અન્ય મુદ્દામાલની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હતી. મજકુર ઈસમને હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે ચલાલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ શ્રી એસ.એમ. સોની, પોલીસ ઈન્સ્પેક્ટર, ઈન્ચાર્જ એસ.ઓ.જી. તથા પી.બી.લક્કડ પો.સ.ઈ. એસ.ઓ.જી., તથા એસ.ઓ.જી. ટીમને જુનાગઢ જિલ્લાનાં છેલ્લા બે વર્ષથી ઘરફોડ ચોરીનાં ગુનાના નાસતા-ફરતા ઝડપી પાડવામાં સફળતા મળેલ છે…
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220901-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *