Gujarat

ભોજપરા ગામ પાસેથી ભેળસેળયુક્ત ઠંડાપીણાંની ફેક્ટરી ઝડપાઈ

ગોંડલ
ગોંડલના સીમાડા નજીક આવેલા ભોજપરા ગામ પાસે થોડા મહિનાઓ પહેલા ડુપ્લીકેટ ઘીનું પેકિંગ કરતી ફેક્ટરી ઝડપાઈ હતી, ત્યારબાદ તાલુકા પોલીસે ભેળસેળયુક્ત શંકાસ્પદ નોન આલ્કોહોલિક ડ્રિન્કની અલગ-અલગ ફ્લેવરની કાચની બોટલ સહિત રૂપિયા ૧૪ લાખના મુદ્દામાલ સાથેની ફેક્ટરી કબજે કરી ખોરાક અને ઔષધ નિયમન તંત્રને જાણ કરતા શહેરમાં ફરી ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે. જાે આ પીણામાં આલ્કોહોલની માત્રા જણાશે તો અલગ ગુનો નોંધાશે તેમ પોલીસ સુત્રોએ જણાવ્યંો છે. ગોંડલ તાલુકા પોલીસ અને ડી સ્ટાફે બાતમીના આધારે ભોજપરા ગામે એસ.કે બેવરેજીસ નામની ફેક્ટરીમાં દરોડો પાડતા ત્યાંથી ભેળસેળયુક્ત શંકાસ્પદ નોન આલ્કોહોલિક ડ્રીંકસની અલગ-અલગ ફ્લેવરની કાચની બોટલ નંગ ૨૩૩૧૬ કે જેની કિંમત રૂ. ૧૩,૯૮,૯૬૦ (જે ૧ બોટલની કિં રૂ.૬૦) થવા જાય છે તે અને એસન્સ ફ્લેવરનો જથ્થો સહિત કુલ રૃપિયા ૧૪ લાખનો મુદ્દામાલ મળી આવતા ફૂડ સેફટી ઓફિસર ખોરાક અને ઔષધ નિયમન તંત્રને જરૂરી સેમ્પલ તપાસણી અર્થે કબજે કરી મોકલી આપવામાં આવ્યા હતા. આ ફેક્ટરી શહેરના દેવપરા મેઈન રોડ પર આવેલા લતીફભાઈ ઉર્ફે રાણો અનવરભાઇ સંજાત ઉંમર વર્ષ ૩૪ ની હોવાનું બહાર આવ્યું હતું. જાે ઉપરોક્ત લેવાયેલા સેમ્પલમાં આલ્કોહોલની માત્રા જણાશે તો ગુનો નોંધાશે તેવું પીએસઆઇ એમ જે પરમારે જણાવ્યું હતું. શંકાસ્પદ જથ્થાને લઇ શહેરના લોકોમાં ચર્ચાઓ થવા લાગી હતી કે આ પરિવારના એક યુવાન થોડા સમય પહેલા ડુપ્લિકેટ ચૂનો પેકિંગ કરવાના ગુનામાં ઝડપાઈ જવા પામ્યા હતા અને ફરી પાછો આ પરિવાર આ રીતે કાયદાની ચૂંગાલમાં આવ્યો છે.ગોંડલ શહેર નજીક ઔદ્યોગિક વસાહતોમાં કેટલાક લોકો દ્વારા ખાદ્ય પદાર્થો સાથે ચેડા કરી તેનું પેકિંગ કરવામાં આવતું હોવાની ઘટનાઓ છાશવારે સામે આવતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *