અમદાવાદ
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાના વોટિંગના પ્રચાર અભિયાન શનિવાર સાંજે પાંચ વાગ્યે સમાપ્ત થઈ ગયા હતા. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસ છૈંસ્ૈંસ્ના ચીફ અસદુદ્દીન ઓવૈસી અલ્લાહના નામ પર વોટ માગતા દેખાયા હતા. શનિવારે જમાલપુરમાં એક જાહેરસભાને સંબોધન કરતી વખતે ઓવૈસી ઈમોશનલ થઈ ગયા અને મંચ પર રડવા લાગ્યા હતા. ઓવૈસીએ ખુદા પાસેથી જીતની દુઆ માગતા કહ્યું કે, છૈંસ્ૈંસ્ને જીતાડો, જેથી ફરી વાર કોઈ બિલકિસ ન બને.ઔવૈસીની ઈમોશનલ અપીલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઓવૈસી કહી રહ્યા છે કે, યા અલ્લાહ સાબિરને ધારાસભ્ય બનાવી દે. જેથી અમે જિંદગીમાં ફરી કોઈ બિલકીસ ન જાેઈ શકીએ. અલ્લાહ સાબિરને કામયાબી આપે. જેથી અમે અમારી દીકરીઓને આવી રીતે લાચાર ન જાેઈએ. ગુજરાતમાં બીજા તબક્કામાં પાંચ ડિસેમ્બરે ૯૩ વિધાનસભા વિસ્તારમાં મતદાન થશે. જેમાં ૮૩૩ ઉમેદવાર નસીબ અજમાવી રહ્યા છે. મતગણતરી આઠ ડિસેમ્બરે થશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટી છૈંસ્ૈંસ્ ૧૩ સીટ પર ચૂંટણી લડી રહી છે. ઓવૈસી ચૂંટણીમાં પોતાના ઉમેદવારોની જીત અપાવવા માટે ખૂબ પ્રચાર કરી રહ્યા છે.
