Gujarat

મંત્રીશ્રી મંદિરોના દર્શનાર્થે, લોકસંપર્ક અર્થે મુલાકાત તેમજ સન્માન સમારંભમાં આપશે હાજરી

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ આવતીકાલથી તા.૨૪ અને તા.૨૫ ડિસેમ્બરના રોજ જામનગર જિલ્લાના પ્રવાસે છે.

કૃષિમંત્રીશ્રી આવતીકાલે સવારે ૯.૩૦ કલાકે ખંભાલીડા ગામે મોરારદાસની જગ્યાએ દર્શનાર્થે જશે. ત્યારબાદ ૧૦.૩૦ કલાકે કડવા પટેલ સમાજ, જામનગર ખાતે જામનગર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા આયોજિત સન્માન સમારંભમાં હાજરી આપશે. બપોરે ૧૨ કલાકે સર્કિટ હાઉસ, જામનગર ખાતે લોકસંપર્કમાં મંત્રીશ્રી જનતાના પ્રશ્નો સાંભળશે. ત્યારબાદ બપોરે ૪.૩૦ કલાકે હડિયાણાથી વાવડી, લીંબુડા, કુનડ, જોડિયા, બાદનપર સેવા શપથ યાત્રામાં હાજરી આપ્યા બાદ સાંજે ૭.૩૦ કલાકે જોડિયા એ.પી.એમ.સી. ખાતે સન્માન સમારંભમાં ઉપસ્થિત રહેશે.

તા.૨૫ ડિસેમ્બરના રોજ સવારે ૯.૩૦ કલાકે શ્રી સંજયભાઈ જાનીના પુત્રવધુના સીમંત પ્રસંગે શ્રી ગૌડ મેડતવાડ બ્રામ્હણ સમાજની વાડી, જામનગર ખાતે હાજરી આપશે. ૯.૪૫ કલાકે આઇશ્રી સોનલધામ, ઉદ્યોગનગર રોડ, જામનગર ખાતે આઇશ્રી સોનલમાં જન્મોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ ૧૧ કલાકે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે જાંબુડા ગામે પ્રધાનમંત્રીશ્રીના મન કી બાતકાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, અને બપોરે ૧૨ કલાકે જાયવા ખાતે સતીમાતાના દર્શનાર્થે મુલાકાત લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *