નડિયાદ
રાજ્યના મહેસુલ મંત્રી માતર મામલતદાર કચેરીની મુલાકાતે પહોંચ્યા હતા. જયાં આગતા સ્વાગતા કરવા સ્થાનિક ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી બુકે સાથે પહોંચી ગયા હતા. જેવા મંત્રી કાર માંથી ઉતર્યા કે કેસરીસિહ સોલંકીએ તેમનું બુકેથી સ્વાગત કર્યું હતું. જાેકે કેસરીસિંહની હાજરી ન ગમી હોય તેમ રાજેન્દ્ર ત્રિવેદીએ તેમને સંભળાવી દીધું હતુ.. તમે ક્યાથી આવ્યા? કીધું નથી તોપણ કેમ આવી જાવ છો. મહત્વની વાત છેકે અગાઉ જૂગારકાંડમાં ઝડપાયા બાદ માતર ધારાસભ્યનું પક્ષમાં જાેઈએ તેવું મહત્વ રહ્યું નથી. જેના કારણે કાર માંથી ઉતરતા જ તેમને જાેઈ મહેસુલ મંત્રી નારાજ થયા હોય તેવું સ્પષ્ટ પણે દેખાયું હતુ. આ બેઈજતીનો વીડિયો થોડા જ સમયમાં સમગ્ર જિલ્લામાં વાયરલ થઈ ગયો હતો. જાેકે સમગ્ર મામલે ખુલાસો કરતા ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ જણાવ્યું હતુ કે હુ દિલ્હી હતો, અને આજે સવારે આવવાનો હતો. જેથી કાર્યક્રમમાં હુ હાજર રહી શકું તેમ ન હતો, હુ રાત્રે જ ઘરે આવી ગયો હોઈ સવારે કાર્યક્રમમાં પહોંચતા તેઓએ પૂછ્યું કે તમે અહીંયા ક્યાંથી? તેઓએ અમારી બેઇજ્જતી કરી એવું કઈ નથી.

