Gujarat

મંદીર ચોરીનો ભેદ ઉકેલતી ધોરાજી પોલીસ

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબનાઓ તથા જેતપુર ડીવીઝનના એ.એસ.પી.શ્રી સાગર બાગમાર સાહેબનાઓએ ધોરાજી પોસ્ટે વિસ્તારમા થયેલ મંદીર ચોરી ગુનો શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે ધોરાજી પોલીસ સ્ટેશનના ઇ.પો.ઇન્સ એચ.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ ધોરાજી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ મંદીર ચોરીનો ભેદ ઉકેલવા જમનાવડ રોડ ઉપર સી.સી.ટી.વી.ચેક કરતા હતા ત્યારે ચોકકસ હકિકત મળેલ હોઇ કે ધોરાજી ગેલેકસી ચોક તરફથી જમનાવડ રોડ તરફ એક ઇસમ મો.સા.ઉપર પાછળ ઠેલામા તાળા તોડવા માટે ગ્લાઇડર મશીન સાથે ચોરી કરવા નીકળેલ છે જે અન્વયે સર્વેલન્સ સ્ટાફ માણસો જમનાવડ રોડ ઉપર વોચમા હતા દરમ્યાન ઉપરોકત વર્ણન વાળો ઇસમ નીકળતા તેને ચેક કરતા ધોરાજી જમનાવડ રોડ ઉપર આવેલ શ્રી ગુરૂનાનક મંદિરમા એક માસમા ગ્લાઇડર મસીનથી તાળા તોડી ત્રણ વખત ચોરી કરી તેની દાન પેટીમા આવેલ આસરે એક લાખ રૂપીયાની ચોરી પોતે કરેલનુ કબુલતો હોઇ જેથી ઉપરોકત ગુનાના કામે આરોપી વિરૂધ્ધ ધોરાજી પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરેલ પકડાયેલ આરોપી વિજય હરેશભાઇ પાધરેશા જાતે અનુજાતી ઉ.વ .૧૯ ધંધો મજુરી રહે.ધોરાજી બહારપુરા વણકરવાસ વાછરાડાડાના મંદીર પાસે કબ્જે કરેલ મુદામાલ ( ૧ ) ચાર્જેબલ ગ્લાઇડર TURTLE કંપનીનુ બ્લેડ સાથેનુ તેમજ ગ્લાઇન્ડરનું ચાર્જર તથા બે વધારાની ગ્લાઇડરની બ્લેડો તથા બ્લેડ બદલવાનુ પાનુ કિ રૂ ૫૦૦ / ( ૨ ) જુદાજુદા દરની ચલણીનોટો રૂપીયા ૬૮૦ / તથા જુદા જુદા દરના સીકકાઓ રૂપીયા ૧૮૯૪ તથા ( ૩ ) આઇફોન 8 મોબાઇલ ફોન કિ રૂ ૧૫,૦૦૦ / તથા ( ૪ ) હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના આર.ટી.ઓ રજી નં GJ – 03 – EM – 7146 કિ રુ ૨૫,૦૦૦૪ મળી કુલ રૂપીયા મળી કુલ મુદામાલ રૂપીયા ૪૦,૮૬૯ કબજે કર્યો હતો આ કામગીરીમાં ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ.જાડેજા, રમેશભાઇ બોદર એ.એસ.આઇ,બાપાલાલ ચુડાસમા પો.કોન્સ,અરવીંદસિહ જાડેજા પો.કોન્સ, રવિરાજસિહ વાળા પો.કોન્સ, ઇશીતભાઇ માણાવદરીયા સહિતના જોડાયા હતા.
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220204-WA0136.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *