Gujarat

મજૂરી કામ કરતો યુવક પાસના મકાનમાં ઘૂસી જતા મકાનમાલિક પિતા-પુત્રએમ માર મારતાં મોત

વડોદરા
વડોદરાના પાદરા પાસે બનતા એક્સપ્રેસ હાઈવે પર કામ કરતો મજૂર લુણા ગામના એક મકાનમાં ભૂલથી ઘૂસી જતા મકાન માલિક બાપ-દીકરાએ મજૂરને મૂઢ માર મારતાં તેનું મોત થયું હતું. ઘટના બાદ પાદરા પોલીસે બાપ-દીકરા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.પિતા-પુત્રે અસ્થિર મગજનો માણસ હોવાનું સમજી માર માર્યો હોવાની કેફિયત કરી હતી. પાદરા પોલીસના જણાવ્યા અનુસાર સુરેશ ઉર્ફે બુધન શંકરભાઈ યાદવ (૩૮,રહે-લક્ષ્મીપુરા,સમયીલા) છેલ્લા ત્રણ મહિનાથી એકલો રહે છે અને નવા બની રહેલા એક્સપ્રેસ હાઈવે રોડના બ્રીજ પર ફેબ્રીકેશનનું કામ કરે છે. યુવકે પોતાના જ ગામના મનોજ ચૌધરીને ઉપરોક્ત સ્થળ પર નોકરી પર રખાવ્યો હતો. ૪ જૂનના રોજ વહેલી સવારે ચાર વાગે મનોજ ચૌધરી (૩૨) અને તેનો નાનો ભાઈ દેહાંતી ચૌધરી (૧૬) બંને યુવક પાસે ઝારખંડથી આવેલા હતાં. અને યુવક જે ઝુંપડામાં રહેતો હતો ત્યાં આવીને સુઈ ગયા હતાં. સવારે ઉઠીને મનોજ કામ પર ગયો હતો. જાેકે તે પોતાનો મોબાઈલ ઝુંપડામાં ભુલી ગયો હોવાથી સવારે સાડા અગીયાર વાગે તે પાછો ઝુંપડામાં જવા નિકળ્યો હતો.પરંતું તેને થોડે આગળ જતા ખેંચ આવતા જમીન પર પડી ગયો હતો. જેથી તેને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં સારવાર કરાવી ઝુંપડામાં પાછો લઈ આવ્યાં હતાં. ૪ જૂનના રોજ યુવક અને દેહાંતી શેરડીનો રસ પીવા બહાર નીકળ્યાં હતાં.જ્યારે ઘરે આવતા મનોજ મળી આવ્યો ન હતો.તેની શોધખોળ હાથ ધર્યા બાદ તે મળ્યો ન હતો. ૫ જૂનના રોજ યુવકના મોબાઈલ પર વિજય ઠાકુરનો ફોન આવ્યો હતો અને મનોજ ચૌધરી મરણ પામ્યો હોવાનું જણાવ્યું હતું. જ્યારે તેની લાશ પાદરા સરકારી દવાખાનામાં હોવાનું જણાવ્યું હતું. જેથી ફરિયાદી યુવક અને તેનો ભાઈ દેહાંતી પાદરા પોલીસ મથકે જઈને મનોજની લાશ લેવા પીએમ રૂમમાં ગયાં હતાં. જ્યાં તેની લાશના છાતીના ભાગે તેમજ દાઢીના નીચેના ભાગે ઈજાના નીશાન જાેવા મળ્યાં હતાં. ફરિયાદીએ પૂછપરછ કરતા ૪ જૂનના રોજ લુણા ગામમાં રહેતા ભયલાલ ડાહ્યાભાઈ પઢિયારના મકાનમાં મનોજ અજાણતા ઘુસી જતા તેના ઘરે હાજર ભાઇલાલ અને તેનો દિકરો અરવિંદ પઢિયાર બંને બાપ-દિકરાએ મનોજને ઘરમાંથી બહાર કાઢવા માટે ઝપાઝપી કરી હતી. અને મનોજને ગડદાપાટુનો માર મારતા રોડ નજીક લાવ્યા હતા. જ્યાં ગામના માણસો આવતા બંને બાપ દિકરા ભાગી ગયા હતાં. જ્યારે ૫ જૂનના રોજ મનોજની લાશ લુણા ગામની સીમમાં આવેલી આમોલી કંપની તરફ જવાના નાળા પાસેથી મળી આવી હતી. સમગ્ર વાત જાણીને સુરેશ યાદવે ભાઇલાલ ડાહ્યાભાઈ પઢિયાર અને અરવિંદ ભાઇલાલભાઈ પઢિયાર (બંને રહે-પ્રસાદ કંપનીની સામે,લુણા ગામ) વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

Attack-on-MGVCL-team.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *