Gujarat

મતદાતાઓ મતદાન કરવાની સાથે પશુઓની સારવાર પણ કરાવી શકશે

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રચિત રાજે જૂનાગઢ જિલ્લામાં પાંચ વિધાનસભા મત ક્ષેત્રોમાં એક-એક હેલ્થ અને એનિમલ હેલ્થ મતદાન મથક ઉભા કરવાનો નિર્ણય કર્યો છે. આ પ્રકારની પહેલ કરનાર સમગ્ર દેશમાં જૂનાગઢ જિલ્લો પ્રથમ બની રહેશે.

હેલ્થ અને એનિમલ હેલ્થ મતદાન મથક વિશે જાણકારી આપતા કલેક્ટર શ્રી રચિત રાજ કહે છે કે, હેલ્થ મતદાન મથકમાં લોકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરવાની સાથે પોતાનું હેલ્થ ચેકઅપ પણ કરાવી શકશે. આ મતદાન મથક ખાતે આરોગ્ય તપાસણીની સાથે જરૂરી સારવાર પણ મતદાતાઓને ઉપલબ્ધ કરવવામાં આવશે.

    જૂનાગઢ જિલ્લો ખાસ કરીને ખેતી- પશુપાલન આધારિત છે, તેને ધ્યાને રાખી એનિમલ હેલ્થ મતદાન મથક ઉભું કરવાનો નિર્ણય કર્યો છે. એનિમલ હેલ્થ મતદાન મથકમાં મતદાતાઓ મતદાન કરવાની સાથે પોતાના ગાય, ભેંસ, બકરા,વગેરે પાલતુ પ્રાણીઓની પણ આરોગ્ય તપાસણી, રસીકરણ સહિત તમામ સારવાર પશુઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

  ચૂંટણી પંચના નિર્દેશ મુજબ મહિલાઓ દ્વારા સંચાલિત સખી, તેવી જ રીતે યુવા અને દિવ્યાંગ મતદાન મથક ઉભા કરવામાં આવશે. ઉપરાંત એક ઈકો ફ્રેન્ડલી મતદાન મથક પણ ઉભુ કરવામાં આવશે. જેમાં પ્લાસ્ટિક જેવી પર્વાવરણ માટે હાનિકારક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવશે નહી. તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રચિત રાજે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *