Gujarat

મતદાનના દિવસે મતાધિકારનો ઉપયોગ કરવા અને સવેતન રજા મળે તે અંગે માર્ગદર્શન આપ્યું.

વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ને લઇને વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર કટીબધ્ધ છે. જિલ્લાના કારખાના, ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કામદારોને મતાધિકારના ઉપયોગ અંગે જાગૃત કરી સવેતન રજા મળે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યે હતું.

વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઇને કારખાનામાં કામ કરતા કામદારો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવામાં આવી છે.તે ઉપરાંત ચોરવાડની ગદરેમરીન, જૂનાગઢની મઘરડેરી તેમજ જી.આઇ.ડી.સીના કારખાનામાં કામ કરતા કામદારોને મતદાન જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. તેમજ ચૂંટણીના દિવસે મતદાન માટે કારખાના, ઇન્ડસ્ટ્રીઝ તરફથી તેઓને સવેતન રજા આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *