Gujarat

મતદાન કરીને લોકશાહીના અવસરને વધુ રૂડો બનાવતા ગફારભાઈ        

જૂનાગઢના દાતાર રોડ પર આવેલ સોરઠિયા આહિર સમાજની છાત્રાલયમાં પેરલીસિસથી ગ્રસ્ત ૬૨ વર્ષિય ગફારભાઈ મુલતાની મત આપવા માટે મક્કમતા સાથે પહોંચ્યા હતા. ગફારભાઈએ કહ્યું કે, લોકોએ અચૂક મત આપવો જોઈએ, હું બિમાર હોવા છતા મત આપવા આવ્યો છું, અને દરેક ચૂંટણીઓમાં મતાધિકારનો અચૂક અપયોગ કર્યો હતો. આમ, ગફારભાઈએ શારીરિક વિટંબણા વચ્ચે પણ મતદાન કરીને લોકશાહીના અવસરને વધુ રૂડો બનાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *