ભારતના ચૂંટણી પંચની સુચનાનુસાર મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ અંતર્ગત તા.૨૧/૦૮/૨૦૨૨ થી તા.૧૧/૦૯/૨૦૨૨ દરમિયાન દર રવિવારે મતદાન મથક ખાતે કાર્યરત છે. આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં યુવા મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે મતદાર જાગૃતી કરવામાં આવી રહી છે. ૮૦ વર્ષથી વધુના વયોવૃધ્ધ મતદારો મતદાન પ્રક્રિયામાં ભાગ લે અને યુવા મતદારોને પ્રેરણા મળે તે હેતુથી ૮૦ વર્ષથી વધુનાં કુલ-૩૩૮૭૦ વયોવૃધ્ધ મતદારો છેલ્લા ૫૦ વર્ષથી મતદાન પ્રક્રિયામાં ભાગ લઇ રહ્યા હોઇ, તેઓને શુભેચ્છા પત્ર તેમજ અન્ય રચનાત્મક પ્રવૃતીઓથી પ્રોત્સાહીત કરવામાં આવી રહ્યા છે.
જૂનાગઢ જિલ્લાની તમામ પ(પાંચ) વિધાનસભા બેઠકો ઉપર આગામી ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. જેથી વિધાનસભાની મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલુ હોય વધુમાં વધુ લોકો મતદારયાદી નામ ઉમેરવુ, નામ સુધારવુ વગેરે પ્રક્રિયામાં ભાગ લઇ મતદાન પ્રક્રિયામાં સહભાગી થવા જિલ્લા ચુંટણી અધિકારીએ અનુરોધ કર્યો છે.
