Gujarat

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત સાવરકુંડલા ખાતે ત્રીજી જાતિના નાગરિકોની નોંધણી

ભરત ગંગદેવ

અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરુ છે. આ કાર્યક્રમ અંતર્ગત મતદાતા નોંધણી માટે વિશેષ ઝુંબેશ પણ યોજવામાં આવી રહી છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત સાવરકુંડલા ખાતેના ત્રીજી જાતિના નાગરિકોની નોંધણી કામગીરી કરવામાં આવી હતી. ભારતના એક પણ નાગરિકને મતદાનના અધિકારથી વંચિત ન રહેવું પડે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી  છે. આ કામગીરીમાં ભાગરુપે અમરેલીના સાવરકુંડલા વિસ્તારમાં વસતા ત્રીજી જાતિના નાગરિકોની નોંધણી  કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *