Gujarat

મધ્યપ્રદેશ સરહદી છોટાઉદેપુર નાં ભોરદા ગામે આદિવાસી એકતા પરિષદના સાંસ્કૃતિક એકતા મહાસંમેલન નાં પ્રચાર પ્રસાર અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ

આદિવાસી એકતા પરિષદ એ દુનિયામાં પ્રક્રુતિના સંતુલન જાળવી રાખવા નાં હેતુસર અને પૃથ્વી સહિત સમગ્ર જીવ સૃષ્ટી બચાવવા તથા જળ- જંગલ- જમીન ના રક્ષણ માટે ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે ઔદ્યોગિક વિકાસ ના નામે થઇ રહેલા પ્રક્રુતિના નુકશાન અને હનન નાં કારણે સમગ્ર વિશ્વમાં ઉભી થયેલ ગ્લોબલ વોર્મિંગ ની અસરો ના કારણે વાવાઝોડા, અતિવૃષ્ટિ,દુષ્કાળ,વધુ ગરમી, વધુ ઠંડી, ભૂસ્ખલન, ધરતીકંપ, ત્સુનામી, જેવી કુદરતી હોનારતો તથા રોગચાળો જેવી કહેવાતી કુદરતી આફતો માનવસર્જિત બની રહી છે, આવી બધી સ્થિતિ ઓ ને રોકવા અને પ્રાકૃતિક રીતે અને સુર્ષ્ટી ના નિયમ અનુસાર જીવન વ્યતિત કરી પ્રકૃતિ ને ઓછાં માં ઓછું નુકસાન પહોંચાડી કંઈ નથી રીતે જીવી શકાય અને પ્રકૃતિ ને સાચવી શકાય તે દિશા તરફ આદિવાસી એકતા પરિષદ ઉદ્દેશ થી છેલ્લા ૩૦ વર્ષ થી એક વૈચારિક આંદોલન ચલાવી રહ્યું છે.
 છેલ્લા ૩૦ વર્ષ થી આ વૈચારિક આંદોલન ચલાવી રહેલા આદિવાસી એકતા પરિષદ એ દર વર્ષે ૧૩/૨૪/૧૫ જાન્યુઆરીએ એક આંતરરાષ્ટ્રીય એકતા મહાસંમેલન નું આયોજન કરે છે જેમાં દેશ અને દુનિયામાં થી લગભગ પાંચ લાખ થી પણ વધુ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ આદિવાસી એકતા પરિષદ નાં સાંસ્કૃતિક એકતા મહાસંમેલન માં ભારતના આદિવાસી વસ્તી ધરાવતા રાજ્યો સહિત અન્ય આદિવાસી આબાદી વાળા દેશો માંથી પણ પ્રતિનિધીઓ ઉપસ્થિત રહેતા હોય છે ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દાદરા નગર હવેલી મધ્યપ્રદેશ એમ પાંચ રાજ્યોમાં વારાફરતી યોજાતા આદિવાસી એકતા પરિષદ નુ સાંસ્કૃતિક એકતા મહાસંમેલન આ વર્ષે ૧૩/૧૪/૧૫ જાન્યુઆરી -૨૦૨૩ માં ગુજરાત રાજ્ય નાં છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નજીક નાં હમીરપુરા પાસે યોજાનાર હોય જેની તૈયારી ઓ નાં ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા નાં ગામેગામ સામુદાયિક જાગૃતતા બેઠકો યોજાઈ રહી છે તેના સંદર્ભમાં આજે છોટાઉદેપુર જિલ્લા આંતરિયાળ અને મધ્યપ્રદેશ સરહદી ગામ ભોરદા ખાતે એક રાત્રી બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભોરદા તથા સીમલકુવા સહિત નાં ગામોમાં થી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં છોટાઉદેપુર ખાતે થી ઉપસ્થિત રહેલ વાલસિંગભાઇ રાઠવા, ગોપાલભાઈ રાઠવા, અજીતભાઈ રાઠવા, જિતેન્દ્ર રાઠવા તેમજ ધર્મેશભાઈ રાઠવા ટીમલા સહિત નાં સામાજિક કાર્યકરો દ્વારા આદિવાસી એકતા પરિષદ નાં સાંસ્કૃતિક એકતા મહાસંમેલન બાબતે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221016-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *