Gujarat

મને પેટલાદ બેઠક પરથી ચૂંટણી લડવાની ઓફર હતી, પણ મેં સામેથી ઈનકાર કર્યો ઃ ભરતસિંહ સોલંકી

આણંદ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ એક નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો છે. કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. ત્યારબાદનું આ નિવેદન ચર્ચાનું વિષય બન્યું છે. આંકલાવમાં ભરતસિંહ સોલંકીએ આ નિવેદન આપ્યું છે. આંકલાવમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, મને પેટલાદ બેઠક પરથી ચૂંટણી લડવાનું કીધું હતું પણ મેં ના પાડી. જેથી આખા ગુજરાતમાં ફરીને ગઈ વખતે જે સીટો ખૂટી હતી તે ના ખૂટે તે માટે પ્રયાસ કરીશ. ગુજરાતમાં કાૅંગ્રેસના શાસન માટે પ્રયાસ કરીશ. આણંદના આંકલાવમાં ભરતસિંહ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, મને પેટલાદ બેઠક પરથી ચૂંટણી લડવાની ઓફર હતી. પરંતુ મેં સામેથી પેટલાદ બેઠક પરથી ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો. આખા ગુજરાતમાં હવે કોંગ્રેસના શાસન માટે પ્રયાસ કરીશ. ૨૦૧૭માં જે સીટો ખૂટી હતી તે ના ખૂટે તેવો પ્રયાસ કરીશ. અગાઉ એવી ચર્ચા ચાલી હતી કે કોંગ્રેસની દિગ્જ્જાેને મેદાને ઉતારવાની રણનીતિના ભાગરૂપે પેટલાદ વિધાનસભા બેઠક પરથી ભરતસિંહ સોલંકી ચૂંટણી લડી શકે છે. મહત્વનું છે કે, કોંગ્રેસ છેલ્લા ૨૭ વર્ષથી ગુજરાતમાં સત્તાથી દૂર છે, એટલે કોંગ્રેસ આ વખતે ગમે તેમ કરીને એડીચોટીનું જાેર લગાવી રહી છે. કોંગ્રેસે આ વખતે ચૂંટણીમાં એવી રણનીતિ બનાવી હતી કે તેઓ પાર્ટીના જૂના દિગ્ગજ નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારશે. જેના ભાગરૂપે કોંગ્રેસ નેતા ભરતસિંહ ચૂંટણી ચૂંટણી લડે એવી શક્યતા દેખાઈ રહી છે. બીજી બાજુ કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ પણ ચૂંટણી લડવા માટે તૈયારી દર્શાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *