ગિરગઢડા
ભરત ગંગદેવ
મિકેનિકલ એન્જીનીયર ની ડિગ્રી મેળવ્યા છતાં પણ હજુ આગળ વધવાની ખેવનાં ધરાવતા મૂળ આમોદ્રા નાં રહેવાસી કારડીયારાજપૂત સમાજ નાં શિક્ષિત પરિવાર માંથી આવતા અલ્પેશ બાલકૃષ્ણ ભાઈ મોરી એ તાજેતરમાં GPSC કલાસ 2 ની RTO ઇન્સ્પેક્ટર ની પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી કારડીયારાજપૂત સમાજ અને આમોદ્રા ગામ નું ગૌરવ વધારેલ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે અલ્પેશભાઈ ના મોટાબેન ભૂમિકામોરી પણ કલાસ 2 અધિકારી તરીકે અમદાવાદમાં સીટી સર્વે અધિકારી તરીકે સેવા આપેછે, જ્યારે તેમનાં પિતા બાલકૃષ્ણ ભાઈ મોરી ઊના તા.પં. માં વિસ્તરણ અધિકારી તરીકે નિવૃત થયેલ છે,જ્યારે તેમનાં માતા કમળા બેન ઊના નાં સામતેર P H C માં ફિમેલ હેલ્થ વર્કર તરીકે સેવા બજાવેછે.

