જેતપુર
જેતપુરના થાણાગાલોળ ગામે તાલુકા પોલીસે એક જુગારની રેડ કરી હતી. આ રેડ દરમીયાન વાડીએથી મજૂરી કામ કરીને આવેલ સુરેશભાઈ પરમાર નામના યુવાનને પોલીસ કોન્સ્ટેબલ ભૂરાભાઇ માલિવાડ અને રાજુભાઇએ તું અહીં શું કરે છે જુગાર રમતો હતોને ? તેમ કહેતા પોતે વાડીએ ટ્રેકટર ચલાવવાનું કામ કરતો હતો અને અત્યારે ઘરે પીવાનું પાણી ભરવા માટે આવ્યો છું અને ખોટું બોલતો હોય તો જાેઈ લો ટ્રેકટર પણ હજુ ગરમ જ છે. તેમ કહેતા ભૂરાભાઇ ઉશ્કેરાઈને મજૂરી પેટે વાડી માલીકે આપેલ ૧૫ હજાર રૂપિયા ખીચ્ચામાંથી કાઢી લીધાં. સુરેશભાઈના ઘરમાં જઈ મહિલાઓ અર્ધવસ્ત્રમાં ઉંઘતી હોય તેના પર ટોર્ચથી લાઈટ કરી તેણીને ઉઠાડી આખું ઘર ફેંદી માર્યું હતું. અને ત્યાંથી જતાં જતાં જાે આ પૈસાની વાત કોઈની કીધી છે તો ગામમાં પણ રહેવા નહિ દઉં તેવી ધમકી આપી હતી. જેણે જીંદગીમાં ક્યારેય હાથમાં પત્તા પણ નથી લીધા તેવા વ્યક્તિના ખીચ્ચામાંથી પૈસા કાઢી મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરતા આખું ગામ એકઠું થઈ ગયું હતું. અને પોલીસ સામે રોષ ફાટી નીકળ્યો હતો. ત્યારબાદ કોળી સમાજની ગામમાં એક બેઠક મળેલ અને ભૂરાભાઈના અત્યાચાર વિરુદ્ધ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવાનો ર્નિણય લેવામાં આવ્યો. તે અનુસંધાને આજે શહેરના જીમખાના મેદાનમાં વિશાળ સંખ્યામાં કોળી સમાજ કોળી સેનાના બેનર હેઠળ એકઠો થયો હતો. ભૂરાભાઇ છેલ્લા બે દાયકાથી જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવે છે અને દારૂ, જુગારના ધંધાર્થીઓ પાસેથી હપ્તા લ્યે છે જ્યારે નિર્દોષો પર ખોટા કેસ કરી હેરાન કરે છે જેની સાક્ષી રૂપે થાણાગાલોર ગામે સુરેશભાઈને જુગાર સાથે કઈ લેવાદેવા ન હોવા છતાં તેના ખીચ્ચામાંથી પૈસા કાઢી લીધા માટે તેની સામે લૂંટનો ગુન્હો દાખલ કરી તેને સસ્પેન્ડ કરવાની અમારી માંગ છે. કોળી સેનાની આ રેલી શહેરના મુખ્ય માર્ગ પરથી ભૂરાને સસ્પેન્ડ કરોના સુત્રોચાર સાથે નીકળી ભૂરાભાઈ પર લૂંટનો ગુન્હો દાખલ કરી તેને સસ્પેન્ડ કરવાની માંગ સાથેનું મામલતદાર તેમજ ડીવાયએસપીને આવેદનપત્ર આપ્યું હતું.જેતપુર તાલુકા પોલીસે ત્રણ દિવસ પૂર્વે થાણાગાલોળ ગામે જુગાર અંગેની રેડમાં એક જુગાર ન રમતા યુવાનના ખીચ્ચામાંથી પંદર હજાર કાઢી લેવાની લૂંટ ચલાવી મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરવાના બનાવમાં અત્યાચાર કરનાર પોલીસ કર્મીની સસ્પેન્ડ કરવાની માંગ સાથે કોળી સમાજની વિશાળ રેલી નિકળી હતી.
