અમદાવાદ
સ્ટીલના વેપારી પાસેથી ઉઘરાણીના પૈસા મામલે મારઝૂડ કરી ધમકી આપીને નિકોલ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈએ ફોન પે દ્રારા રૂ.૪૮૦૦૦ લીધાના આક્ષેપ સાથે પોલીસ કમિશનરને અરજી કરી આ મામલે તપાસ કરી કાર્યવાહી કરવાની માગણી કરી છે. હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ રાજકુમાર ચૌમાલ દ્રારા શહેર પોલીસ કમિશનરને સંબોધીને લખેલી અરજીમાં જણાવાયુ છે કે, તેમના અસીલ નરપતસિંગ પુરોહિત મેસર્સ ડી.કે. સ્ટીલ નામથી ઓઢવમાં સ્ટેઈનલેસ સ્ટીલ પ્લેટસનો વેપાર કરે છે. જેઓ નિયમિત રીતે વેપારીઓને પેમેન્ટ કરી રહ્યા હતા. જાે કે કોરોનાના કારણે વેપારધંધા ઠપ્પ થતા તેઓ અમુક લોકોને પેમેન્ટ કરી શક્યા નહતા. એક વેપારીને તેમણે રૂ. ૫.૫૦ લાખ અને ૪.૫૯ લાખનુ પેમેન્ટ કરવાનુ સંજાેગોવસાત બાકી છે. આ રકમ આપવા માટે તેમણે કયારેય ઈન્કાર કરવામાં આવ્યો નથી. તાજેતરમાં સાદા કપડામાં નિકોલ પોલીસનો સ્ટાફ નરપતસિંગની ઓફીસમાં આવ્યો અને નરપતસિંગને માર માર્યો હતો.મહિલા પીએસઆઈ કે.ડી.હડીયાએ નરપતસિંગ પાસેથી ૪૮ હજાર ફોન પે થી ટ્રાન્સફર કરાવ્યા અને ૧૧ ફેબ્રુ સુધીમાં રૂ. ૧૦ લાખ આપી દેવાની ધમકી આપી હતી.

