નડિયાદ
ખેડા જિલ્લાના મહુધા તાલુકાના અલીણા ગામે વર્ષ ૨૦૧૭માં ડબલ મર્ડરની ઘટના બની હતી. જેને લઈ ચકચાર મચી હતી. જાેકે, પોલીસે આ ડબલ મર્ડરની ઘટનાનો ભેદ ૨૪ કલાકમાં જ ઉકેલી નાખ્યો હતો. ફરિયાદી એવા નાના ભાઈની જ પોલીસે અટક કરી હતી. વર્ષ ૨૦૧૭માં બનેલી આ ઘટનાની વિગત એવી છે કે, મરણજનારનો સગો ભાઈ જ હત્યારો છે. મરણજનારે પ્રમ લગ્ન કરતા સમાજમાં ભારે બદનામી થઈ હતી અને પરિવાર આર્થિક રીતે પણ ભાંગી પડ્યો હતો. જેથી મરણજનારના ભાઈ વિપુલે આ બન્નેની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. જે માટે તેણે અમદાવાદથી છરી ખરીદી હતી અને ઉંઘની ગોળીઓ પણ ખરીદી હતી, રાત્રે ભાઈ અને ભાભીને ગોળીઓ ખવડાવે છે જેથી તેઓ બેભાન થઈ જાય છે,ત્યારે આરોપીએ તેના સગા ભાઈ અને ભાભીને છરા વડે ગળું કાપી હત્યા કરી નાખી હતી. અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા પટણી પરિવારના વીકી પટણીએ પોતાની જ કૌટુંબિક ફોઈ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. સમાજમાં ભારે હાહાકાર થતા આ લગ્ન પોલીસની મદદથી સમાજના આગેવાનો સાથે બેસી અગાઉ ફોક કરવામાં આવ્યાં હતા. જાેકે, એકબીજાના પ્રેમમાં ગળાડૂબ એવા વિકી અને ટ્વીકંલે પરિવારજનોની અને સમાજની પરવા કર્યા વગર ફરી એકવાર ઘરેથી ભાગી ગયા હતા. બંને દિલ્હીમાં લાંબો સમય રહ્યા બાદ દસેક દિવસ પહેલા જ પરત ફર્યા હતા. જ્યા મોટાભાઈના સંપર્કથી મહુધાના અલીણામાં એક મકાન ભાડે રાખી રહેવા લાગ્યા હતા. જાેકે, નાના ભાઈ વિપુલને તેમના લગ્ન બાદ પરિવારની જે દશા થઈ તેને લઈને ભારે રોષ હતો. વીકી અને ટ્વીંકલના લગ્ન બાદ પરિવાર આર્થિક રીતે ભાંગી પડ્યો હતો. અને સમાજમાં ભારે રોષ હતો. જેથી વિપુલે પ્રેમમાં અંધ બનેલા વીકી અને ટ્વીંકલનું કાસળ કાઢવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. જાેકે, વિપુલની એક નાનકડી ચૂક ભારે પડી ગઈ હતી. આ હત્યાના બનાવને લઈ પોલીસે વિપુલની પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે વિપુલે પહેલા તો એમ કહ્યુ કે, મને માર મારી હત્યા કરવા આવેલા ઈસમોએ મને બાથરૂમમાં પૂરી દીધો હતો, ત્યારબાદ ભાઈ અને ભાભીની હત્યા કરી હતી. જાેકે, વિપુલના પગમાં ચોંટેલા લોહીએ તેના આ જુઠ્ઠાણાની પોલ ખોલી નાખી હતી. ઘટના અંગે વિપુલે જ ભાઈ કિશનને ફોન કરીને જાણ કરી હતી. વીકીને પોલીસે મોબાઈલ ખોલવા જણાવતા તેમાં પેટર્ન લોકની ખબર ન હોવાની કેફિયત તેણે રજૂ કરી હતી, તો તેણે કિશનને તે જ ફોનથી સંપર્ક કેવી રીતે કર્યો? પોતાના આ જુઠ્ઠાણામાં પણ વિપુલ ફસાઈ ગયો હતો. આ ઉપરાત તેને જાતે જ હાથમાં ઈજા પહોંચાડી હોય તેવુ પણ પોલીસને જણાતા પોલીસે સંઘન પૂછપરછ હાથ ધરી હતી. જેથી તે ભાંગી પડ્યો હતો અને ગુનાની કબૂલાત કરી હતી.
