નિસાર શેખ,મહુધા
—————————-
દારૂનો જથ્થો અમરેલી ખાતે લઈ જવાતો હતો.
——————————–
ઓઇલ ટેન્કરમાં ગુપ્ત ખાનુ બનાવી વિદેશીદારૂની હેરાફેરી કરતા ટ્રક ચાલક અને ક્લીનર ને રૂ.૨૨,૩૨,૦૦૦/-ના મુદામાલ સાથે એલ.સી.બી.પોલિસે ઝડપી પાડ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહુધા તાલુકાના રામના મુવાડા મહુધા-કઠલાલ રોડ ઉપર આવેલ કનૈયા હોટેલ પાસે ખેડા એલ.સી.બી મહુધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા. આ દરમિયાન મળેલ બાતમી ના આધારે રામના મુવાડા નજીક વોચમા ગોઠવાયા હતા. શંકાસ્પદ ઓઈલ ટેન્કર નંબર (GJ 06 TT 9945) આવતાં આ વાહનને અટકાવવા માં આવ્યું હતું.
તપાસ દરમિયાન આ ટેન્કરમા ચાલક અને ક્લિનર હતા બન્ને લોકોની પોલીસે નામઠામ પુછતા તેઓએ પોતાના નામ ચંદ્રભારતી આનંદભારતી ગોસ્વામી (રહે.મીઠડા, તા.ગુડામણાલી, જિ.બાડમેર, રાજસ્થાન) અને ગણપત ભેરારામ ચૌધરી (રહે.સનાવડ, તા.ગુડામણાલી, જિ.બાડમેર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. વધુમાં તપાસતા આ બન્ને લોકોએ જણાવ્યું કે ઈંગ્લીશ દારૂનો જથ્થો છે.
બન્ને ઈસમોને સાથે રાખી ટેન્કરની તલાસી લેતા ટેન્કરના નીચેના ભાગે ગુપ્ત ખાનામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
વિદેશી દારૂની બોટલો નંગ 5400 કિંમત રૂપિયા 22 લાખ 32 હજારનો મળી આવ્યો હતો. પોલીસે ચાલક પાસેથી મોબાઇલ ફોન તથા ગુનામાં વપરાયેલ ટેન્કર મળી કુલ રૂપિયા 27 લાખ 43 હજાર 500નો મુદ્દામાલ કબજે કર્યો છે.
બંને ઈસમોને પૂછપરછ કરતા ઇંગ્લિશ દારૂનો જથ્થો રાજસ્થાનના સિક્કર ખાતે રહેતા ગોપાલ નામના વ્યક્તિએ ભરી આપ્યો હોવાનું જણાવ્યું છે અને આ દારૂનો જથ્થો અમરેલી ખાતે લઈ જવાતો હોવાનું જાણવામાં આવ્યું છે પોલીસે ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓ સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.