Gujarat

મહુધામાં કોંગ્રેસ દ્વારા અગ્નિપથ યોજનાના વિરોધમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ  જગદીશભાઈ ઠાકોર ના માર્ગદર્શન હેઠળ મહુધા વિધાનસભામાં મહુધા ચોકડી ઉપર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.કેન્દ્ર સરકારની બેરોજગારોને અગ્નિપથ યોજના હેઠળ ચાર વર્ષની નોકરી આપી કેન્દ્ર અને રાજ્ય સરકાર યુવાનોને સરકારી નોકરી રોજગારી આપવામાં નિષ્ફળ ગયેલ હોય જેના વિરોધમાં મહુધા ચોકડી પર ધરણા પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.આ પ્રદર્શનમાં મહુધા વિધાનસભાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર,નાગજીભાઈ દેસાઈ મહુધા પ્રભારી,મહુધા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઇ ભોજાણી,મહુધા પાલિકા પ્રમુખના પ્રતિનિધિ ફિરોજભાઈ મલેક,મહુધા નગરપાલિકા ઉપપ્રમુખ સાહિદ ખાન પઠાણ,તાલુકાના વિરોધ પક્ષના નેતા ચિરાગભાઈ સોઢા,ખેડા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ પ્રદ્યુમનસિંહ ઠાકોર,વિધાનસભાના કોંગ્રેસના ઉપપ્રમુખ સંજય સિંહ પરમાર કિરણસિહ  સોઢા,મહુધા શહેર પ્રમુખ  શક્તિભાઈ મલેક,મહુધા નગરપાલિકા સભ્ય સાકીર ભાઈ મન્સૂરી અને મહુધા  કોંગ્રેસ સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

IMG-20220627-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *