નિસાર શેખ,મહુધા
મહુધા વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંતર્ગત મહુધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ મહુધા તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં મહુધા પોલીસ સ્ટેશન નાં પી.આઈ કે.એસ.દવે તથા આઇ કે વાધેલા પી.એસ.આઈ સહિત આર્મીના જવાનો અને મહુધા પોલીસ સ્ટેશન નાં સ્ટાફ સાથે ફ્લેગ માર્ચ અને ફ્રુડ પેટ્રોલિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં મહુધા તાલુકાનાં મહિસા,અલીણા,નિઝામપુર,કપરૂપુર,નાની ખડોલ,ડડૂસર તેમજ મહુધા ટાઉન વગેરે ગામોમાં ફ્લેગ માર્ચ અને ફ્રુડ પેટ્રોલિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું
વધુ માં મહુધા પી.આઈ કે.એસ.દવે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે તેમાં લોકો નિર્ભય રીતે મતદાન કરી શકે ચુંટણી માહોલ જે છે એ કાયદો અને વ્યવસ્થા અનુરૂપ જળવાય રહે અને લોકો નિષ્પક્ષ રીતે પોતાનો મત રજૂ કરી શકે એવું માહોલ ઉભો કરવા માટે મહુધા નગરનાં જુદા જુદા વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને ફ્રુટ પેટ્રોલિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું


