નિસાર શેખ.મહુધા
મહુધા કેળવણી મંડળ સંચાલિત એમ.ડી.શાહ કોમર્સ એન્ડ બી.ડી.પટેલ આર્ટસ કોલેજમાં એક દિવસીય પ્રવાસ યોજાયો. આ શૈક્ષણિક પ્રવાસમાં બી.એ /બી.કોમના ૧૨૦ જેટલાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. આ પ્રવાસમાં મોગર સ્થિત અમૂલ ના ચોકલેટ પ્લાન્ટની સૌ પ્રથમ મુલાકાત લીધી હતી.
જેમાં વૈશ્વિક બ્રાન્ડ અમૂલ ની વિવિધ બનાવટોની ચોકલેટોની સમજ વિધ્યાર્થીઓએ મેળવી હતી.પ્લાન્ટની આધુનિક યાંત્રિક મશીનરીમાં બનતી ચોકલેટનું નિદર્શન કર્યા બાદ આણંદ સ્થિત અમૂલડેરીની મુલાકાત લીધી હતી. ત્યાં પણ મોટા-મોટા પ્લાન્ટમાં બનતી દૂધની વિવિધ પ્રોડકટસની સમજ વિદ્યાર્થીઓએ મેળવી હતી.
અમૂલ ની કેન્ટીનમાં ભોજન બાદ કરમસદ સ્થિત સરદાર પટેલ મેમોરિયલની મુલાકાત લીધી હતી. જયાં અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની ટૂંકી ફિલ્મ વિદ્યાર્થી ઓએ નિહાળી, સરદાર પટેલના લોખંડી વ્યક્તિત્વનો પરિચય મેળવ્યો હતો. ત્યારબાદ સરદાર પટેલ યુનિ.ના બાકરોલ સ્થિત સ્પોર્ટસ સંકુલની મુલાકાત લીધી હતી.જયાં ઇન્ડોર- આઉટડોર ગેમ્સના મેદાન- હોલની મુલાકાત લઇ વિવિધ રમતોની સમજ મેળવી હતી.
આ પ્રવાસમાં કોલેજના આચાર્ય ડો કે.એસ.દવે તથા સમગ્ર અધ્યાપકોએ ઉત્સાહપુર્વક ભાગ લઇ વિદ્યાર્થી ઓને જે તે સ્થળ વિશેષની સમજમાં વધારો કરાવ્યો હતો. આ શૈક્ષણિક પ્રવાસનો મુખ્ય ઉદેશ વિદ્યાર્થીઓને અભ્યાસકીય પ્રવુતિ સિવાયની વધારાની સમજ કેળવાય તે માટેનો રહ્યો હતો.