નિસાર શેખ,મહુધા
મહુધા ફિણાવ ભાગોળ મેદાનમાં ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં મહુધા એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ ફાઈનલ મેચમાં સાહીલ ઈલેવન તથા બાળકોની ગટુ ટીમ નો વિજય થયો હતો આ ટુર્નામેન્ટમાં નગરપાલિકા ઉપ પ્રમુખ સાહિદખાન પઠાણ (એડવોકેટ), નગરપાલિકા સભ્ય હાજી સાકીરભાઈ મન્સુરી તથા ખિજજર ખાન પઠાણ (એડવોકેટ), સામાજિક કાર્યકર નાસીર હુસેન મલેક અને કાદરી મસ્જિદ નાં સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં અને વિજેતા ટીમને ટ્રોફી અને પુરસ્કાર થી સન્માનિત કર્યા હતાં તથા મહુધા એકતા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા ૭૦,૭૮૬. રૂપિયા કાદરીયા હોલ મહુધા ખાતે આપ્યા હતાં અને ૫૦૦,૧ (પાંચ હજાર એક) રૂપિયા શેખ એન્ડ પઠાણ કબ્રસ્તાન કમિટી ને પણ આપ્યા હતાં તથા સાહીલ ઈલેવન વિજેતા ટીમને ૧૧,૧૧૧ (અગિયાર હજાર એક સો અગિયાર)રૂપિયા તેમજ સાહિલ ઈલેવન સામેની વિરોધી ટીમ એમ.એમ.સી ને ૫૦૦,૧ (પાંચ હજાર એક) આપ્યાં હતાં મહુધા એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા શાંતિ પુર્વક મેચ રમાઈ અને તેમજ ગામનાં ક્રિકેટ રસીયા નવ યુવાનો એ જે સાથ સહકાર આપ્યો તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

