નિસાર શેખ,મહુધા
ખેડા જિલ્લાના મહુધા તાલુકાના અલીણા ગામ નજીક હોટલ ખાતે માજી સૈનિક સંગઠન ની મીટિંગ યોજાઇ હતી. જેમાં 30 થી 35 જેટલા માજી સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગ માં વિવિધ પ્રશ્નો ની ચર્ચા વિચારણા કરાઈ હતી અને સાથે તેઓની સરકાર પાસે 14 મુદા ની માંગણીઓ અને અન્ય બાબતો ને લઇ ને ઉપસ્થિત માજી સૈનિકો ને માહિતગાર કરવામાં આવ્યાં હતાં.આ બેઠકમાં ખેડા જિલ્લા માજી સૈનિક સંગઠન પ્રમુખ બાબુભાઇ ગઢવી,ઉપ પ્રમુખ રાયસિંગભાઈ મહિડા,તાલુકા પ્રમુખ ગોરખભાઈ તળપદા ઉપસ્થિત રહ્યા હતા.મિટિંગ માં તાલુકા સંગઠનની રચના કરવા નવા હોદેદારો ને નિયુક્તિ આપવામાં આવી હતી.ઉપપ્રમુખ બાબુભાઇ સોઢા,મહામંત્રી પ્રદીપભાઈ ભોજાણી,મંત્રી યાસીન ખાન,સંગઠન મંત્રી જ્યેન્દ્રભાઈ,સંગઠન મંત્રી વિપુલભાઈ અને સંગઠન મંત્રી અભેસિંહ ઉપસ્થિત રહ્યા હતા.
Attachments area

