Gujarat

મહુધા તાલુકાના ચુણેલ ગામે શંકરરામ મહારાજનો જન્મ મહોત્સવ ઉજવાયો.

નિસાર શેખ,મહુધા
ચુણેલ ગામે શંકરરામ મહારાજના આશ્રમ ખાતે શંકરરામ મહારાજના જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહુધા મતવિસ્તારના ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ હાજરી આપીને દર્શનનો લાભ લીધો હતો. સાથો સાથ યુવા ક્ષત્રિય સેના ખેડા જિલ્લા પરિવાર દ્વારા ચુણેલ મુકામે ધારાસભ્ય સંજયસિંહ મહિડાની શુભેચ્છા મુલાકાત કરી હતી અને ધારાસભ્ય સંજયસિંહ મહિડાનુ ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું આ અવસરે પ્રદેશ ઉપાધ્યક્ષ મહિપાલસિંહ ચૌહાણ, ગુજરાત સચિવ વિજયસિંહ રાઠોડ, ભૂપતસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા પ્રમુખ પિન્કેશસિંહ સોલંકી, મહુધા તાલુકા ભાજપા બક્ષીપંચ મોરચા પ્રમુખ સામંતસિંહ સોઢા, વિક્રમસિંહ રાઓલજી, અનંતસિંહ ઝાલા, રાહુલસિંહ પરમાર, વિજયસિંહ ચૌહાણ તેમજ સેનાનાં પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20221226-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *