નિસાર શેખ,મહુધા
મહુધા તાલુકામા સૌપ્રથમ વખત ભાજપની તાલુકા પંચાયત એક વર્ષ પહેલાં કુલ ૧૨ સભ્યો ભાજપ અને ૬ સભ્યો કોંગ્રેસ ના પરિણામ આવ્યા હતા.ત્યારે એક વર્ષ પહેલાં ભારતીય જનતા પાર્ટી મા અલીણા- ૨ ના વિજેતા પરમાર સવિતાબેન રાયસિગભાઈ ને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી તેમની જવાબદારી ના એક વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી ના જિલ્લા મહામંત્રી નટુભાઇ સોઢા, પ્રભારી રાજનભાઈ દેસાઈ તથા કારોબારી અધ્યક્ષ જંયતિભાઇ સોઢા સાહેબ તેમજ સંગઠનના હોદ્દેદારો તાલુકા પંચાયત પ્રમુખ ના પ્રતિનિધિ પરમાર રાયસિંગભાઈ ને રુબરુ મળીને શુભેચ્છા પાઠવી હતી.