Gujarat

મહુધા સી.એચ.સી કેન્દ્રમાં ધારાસભ્ય સંજયસિંહ મહિડા નાઓની અધ્યક્ષતામાં મોક ડ્રીલ યોજાઈ

લોકેશન : ખેડા , મહુધા
રિપોર્ટર : નિસાર શેખ,મહુધા
મહુધા મતવિસ્તારના ધારાસભ્ય સંજયસિંહ મહિડા નાઓની અધ્યક્ષતામાં મહુધા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મોક ડ્રીલ કરવામાં આવ્યું હતું જેમાં સરકાર શ્રી નાં આદેશ અનુસાર સંભવિત કોરોના મહામારીને પહોંચી વળવા તથા તેની સામે અટકાયતી પગલાં લેવા તેમજ રોગને પહોંચી વળવા અને ઓક્સિજન નાં ઉપલબ્ધતા સાધનો,વેન્ટિલેટર,દવાઓ,માસ્ક અને સેનેટાઈઝર અંગેની મોક ડ્રીલ યોજાઈ હતી હેલ્થ ઓફિસર,ડોક્ટર,નર્સ અને સ્ટાફ સાથે ધારાસભ્ય સંજયસિંહ મહિડા દ્વારા વિસ્તૃત ચર્ચા કરી હતી અને સી.એચ.સી કેન્દ્રની વ્યવસ્થા સંબંધિત જરૂરી જાણકારી મેળવી હતી સાથોસાથ મહુધા તાલુકા હેલ્થ ઓફિસર,મહુધા સી.એચ.સી કેન્દ્રનાં ડોકટર,નર્સ અને સ્ટાફ દ્વારા કોરોના સંક્રમણ માં સેવાઓ આપી અને સરાહનીય કામગીરી કરવા બદલ ધારાસભ્ય સંજયસિંહ મહિડા નાઓએ સૌનું આભાર વ્યક્ત કર્યો હતો
આ પ્રસંગે મહુધા તાલુકા હેલ્થ ઓફિસર ધ્રૂમિલ પરિખ,ડોક્ટર વિકાસ પટેલ,મહુધા પીઆઈ કે.એચ.ચૌધરી તેમજ મહુધા સી.એચ.સી નાં સ્ટાફ સહિત મહુધા તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ નિલેશભાઈ પટેલ,મહુધા શહેર ભાજપા સંગઠન પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ,મહુધા શહેર ભાજપા સંગઠન મહામંત્રી મધુભાઈ રબારી,જિલ્લા ભાજપા યુવા મોરચા મંત્રી કૃણાલ.અ.પટેલ,જિલ્લા ભાજપા લધુમતી મોરચા પ્રભારી વજીરભાઈ કાજી,જિલ્લા કારોબારી સભ્ય સુનિલભાઈ તળપદા,મહુધા શહેર ભાજપા પ્રભારી મુર્તઝા ભાઈ મલેક તેમજ ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

IMG-20221228-WA0071.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *