લોકેશન : ખેડા મહુધા
રિપોર્ટર : નિસાર શેખ મહુધા
મહુધા સી.કે.પટેલ પ્રાથમિક શાળામાં ફરજ નિભાવતાં મદદનીશ શિક્ષક મુકેશભાઈ દેસાઈ વય મર્યાદા નાં કારણે નિવૃત્ત થતાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો
વિદાય સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે લાલજીભાઈ દેસાઈ તથા અતિથિ વિશેષ તરીકે શૈલેષભાઈ દેસાઈ હાજર રહ્યા હતા આ અવસરે મંડળનાં પ્રમુખ , સહમંત્રી , કેમ્પસ ડાયરેકટર તથા કારોબારી સભ્યો હાજર રહ્યા હતા
શાળાનાં આચાર્ય રાકેશભાઈ પટેલ દ્વારા નિવૃત્ત થતાં શિક્ષક મુકેશભાઈ નું શાળા પરિવાર તરફથી સ્મૃતિ ચિન્હ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમનાં અંતે શ્રીમતી ગાયત્રીબેન.એમ.ઝાલા દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી હતી


