Gujarat

મહુવા તાલુકાના કુંભારીયા ગામે ઝેરી મધમાખીના ડંખથી એક વ્યકતિનું મોત નિપજયું

ગુંદરણા
મહુવા તાલુકાના કુંભારીયા ગામે ગામ કુવા તરફ જતા રસ્તા ઉપર વડના ઝાડ ઉપર ઝેરી મધમાખીએ ડંખ મારીને એક વ્યક્તિનો ભોગ લીધો હતો અને એક વ્યકિતને ગંભીર રીતે ઇજા પહોંચાડતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ છે ગામમાં આ ઘટનાથી ભયનો માહોલ છવાયો હતો. મહુવા તાલુકાના ગુંદરણા પાસે આવેલ કુંભારિયા ગામે ગામ કુવા તરફ જતા રસ્તા ઉપર કુરજીભાઈના ઘર પાસે વડના ઝાડ ઉપર ઝેરીમધમાખીનું પોડુ બેઠું છે કુંભારીયા ગામના ખેડૂત કુરજીભાઈ વિરજીભાઈ નાકરાણી (ઉ.વ.૬૩) તથા વસંતબેન નાકરાણી ઉપર બપોરના સમયે અચાનક જ અસંખ્ય ઝેરી મધમાખીએ કુરજીભાઈના મોઢાના ભાગે તથા ખુલ્લા શરીરના ભાગે ઝેરી મધમાખીએ અસંખ્ય ડંખ મારી દીધા હતા આથી કુરજીભાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જયારે વસંતબેન નાકરાણીને ૧૦૮ મારફતે મહુવા તાલુકા મથકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ મધમાખીનો ત્રાસ બીજા દિવસે પણ રહ્યો હતો અને કુરજીભાઈના ઘરે ખરખરે આવતા લોકોને પણ મધમાખીએ ડંખ મારીને ઇજા કરી હતી. આ બનાવના પગલે કુંભારિયા ગામમાં ભયની લાગણી ફેલાય છે આથી ગામના કુવા પાસે આવેલ ઝેરી મધમાખીના ઝુંડનો તાકીદે નિકાલ કરવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *