Gujarat

મહેમદાબાદ સેવા પરિવાર એટલે સામાજિક કાર્યો થકી યુવાઓમાં એક પ્રેરણાનો સ્ત્રોત.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
વાસ્તવિકતા બદલવી હોય તો અહેસાસને બદલો આ વાક્ય ને સાર્થક કરનાર સેવાભાવી યુવાઓનું સમન્વય એટલે હારીશ મલેક સોહિલ મલેક , સાહિલ ખોખર અને વસિમ મલેક તેમનાં સામાજિક કાર્યો થકી યુવાઓમાં એક પ્રેરણાનો સ્ત્રોત વહી રહ્યો છે અને તેનો ઉત્તમ લાભ સમાજને નિસ્વાર્થ ભાવે મળી રહ્યો છે….!!
મહેમદાબાદ સેવા પરિવાર દ્વારા સમસ્ત મુસ્લિમ સમાજનો દ્વિતિય સમુહ લગ્નોત્સવ તા. ૧૯.૦૨ ૨૦૨૩ ના રોજ ખેડા જિલ્લાના તાલુકા મથક મહેમદાબાદના જીંજર મુકામે યોજાનાર હોઈ તેના ભાગ રૂપે આજે સમસ્ત ૨૫ (પચ્ચીસ)દીકરા તેમજ ૨૫ (પચ્ચીસ) દીકરીઓ અને તેમનાં વાલીઓને આજ રોજ જીંજર મુકામે સરપંચ ના પાંગણમાં એકત્ર કરી સલાહ સુચન તેમજ દુલ્હા દુલ્હનને વસ્ત્રો અને પગરખાં સાથે બીજી નાની મોટી જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ મહેમદાબાદ સેવા પરિવારના સદસ્યો સોહિલભાઈ મલેક ,હારિશભાઈ મલેક, સાહિલભાઈ ખોખર અને વસિમભાઈ મલેક કરવામાં આવ્યું હતું.
સમારંભના અંતમાં ભોજન વ્યવસ્થા પણ મહેમદાબાદ સેવા પરિવારના સદસ્યો દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામના અગ્રણીઓ સહિત ઈમામ સાહેબ ,કાજી સાહેબ અને નડીઆદથી શકીલભાઈ ખાસ હાજર રહ્યા હતાં. પ્રોગ્રામની શરૂઆત કુરઆને પાકની તિલાવતથી કરવામાં આવી હતી તિલાવતે કુરઆન પોતાના આગવા અંદાજમાં ખતિબો ઈમામ જામાં મસ્જીદ જીંજર દ્વારા કરવામાં આવી હતી ત્યાબાદ પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન શકીલભાઈ સંધી દ્વારા પોતાના આગવા અંદાજમાં કરવામાં આવ્યું હતું જેમાં સમાજિક સમસ્યાઓ અને તેનાં ઉકેલ માટેના ઉપાયોની વિસ્તૃતમાહીતી આપવામાં આવી હતી.
હારીશ ભાઈ મલેક દ્વારા પાયા ના સુચનો સૂચવવામાં આવ્યાં હતાં અને મહેમદાબાદ સેવા પરિવારના મુખ્ય ઉદ્દેશ્યો બાબતે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. બીજું કે સમૂહ લગ્નનો મુળ હેતું શું ? (૧) મુળ સમાજમાંથી ઘર કરી ગયેલા કુંરિવાજો નાબુદ થાય (૨) ગરીબ વંચિત પરિવારો પોતાના સંતાનોને લઈ આશાવાદી બને કે અમારો સમાજ અમારી સાથે છે. (૩) સામજિક સંતુલન અને સમરસતા જળવાઈ રહે (૪) મધ્યમ વર્ગીય પરિવારો પોતાના સંતાનોને સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રેરિત કરે (૫) સમાજમાં જાગૃકતા આવે શિક્ષણ અને રોજગાર માટે નવા રસ્તાઓ ખુલે (૬) પરસ્પર વિશ્વાસ મેળવી એક બીજાની નિસ્વાર્થ ભાવે મદદ કરવાનો ભાવ યુવાનોમાં પેદા થાય (૭) સાચા સમાજસેવી યુવાઓ પેદા કરવાનો આ અનોખો માર્ગ સાબિત થઈ શકે તે માટે યુવાઓને જવાબદાીપૂર્વક કામ સોંપવામાં આવે. (૮) મદદ કરવાના અનેક રસ્તાઓ છે પરંતુ કોઈ ગરીબ વંચિત પરિવારની દીકરીના લગ્ન કરાવવામાં સહભાગી બનવું એ એક ભગીરથ પ્રયાસ  છે. (૯) સમાજમાં સમસ્યાઓ તો અનેક છે જ એનો સ્વિકાર કરી એ સમસ્યાઓના નિવારણ માટે ચેલેન્જ સ્વીકારે તેજ સાચો સમાજ સેવક હોઈ શકે છે.
બીજું કે વર્તમાન સમયમાં સમાજને નિસ્વાર્થ ભાવે સેવા કરનાર સેવાભાવી યુવાનોની જરૂર છે બાકી સંસ્થાના નામે દુકાનો ખોલી મલાઈ ખાનારાઓની કોઈ કમી નથી એટલે સામાન્ય રીતે સંકુચિત માનસ ધરાવતાં લોકો ક્યારેક ક્યારેક સાચા અને સારા સમાજસેવી માણસો ઉપર પણ ટિકા ટીપ્પણીઓ કરી પોતાની અધકચરી અને અજ્ઞાનતાની વેઠરૂપી વેદના ઠાલવતાં રહે છે એનાં થી ક્યારેય સ્ત્યના પથ પર ચાલનાર વ્યક્તિઓનો મોરલ ડાઉન થાય નહી. કારણ કે જે કામ માટે અલ્લાહ તરફથી પસંદગી કરવામાં આવી હોય ત્યાં અધકચરા અને અજ્ઞાનીઓની મથામણ અને સમાજને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કામ આવે નહી મહેમદાબાદ સેવા પરિવારના તમામ સદસ્યો નિસ્વાર્થ ભાવે સેવા કરનાર સેવાભાવી યુવાનોની એક કેડર છે જેઓ સુખ શાંતિ અને સમૃદ્ધિમઈ જીવન વ્યથિત કરી રહ્યાં છે તમામ સરકારી અધિકારી તરિકેની ખ્યાતનામ ધરાવે છે તેમનો મુખ્ય હેતુ જ સમાજ સેવા અને યુવાઓને પ્રોત્સાહન આપવાનો હોઈ સમાજનાં આગેવાનો અને કાર્યકરોની સાથે સાથે સખીદાતાઓ પણ તેમનાં નિસ્વાર્થ ભાવે સેવા કરવાના કાર્ય ને લઈ મદદ કરતાં હોય છે અત્યારે સમય કોઈની પાસે નથી ગરીબી બેરોજગારી મોંઘવારી જેવી અનેક સમસ્યાઓ વચ્ચે પીડાતાં સમાજ માટે પોતાનો કિંમતી સમય ફાળવીને અનેક લોકો વચ્ચે જઈ ૨૫ (પચ્ચીસ) દીકરા દીકરીઓ માટે કરિયાવર જમાં કરવું કેટલું અઘરું કામ હોઈ શકે કલ્પના કરો આપણે એક લગ્નનું મેનેજમેન્ટ કરતાં ક્યારેક ક્યારેક કફોડી પરિસ્થિતિમાં મૂકાઈ જઈએ છીએ ત્યારે આ યુવાઓ કેટલાં ખંત પુર્વક આયોજનો કરતાં હશે અને એ પણ દરેક પ્રકારે સુખી સંપન્ન પરિવારમાંથી આવતા હોય અને અને પોતે સરકારી અધિકારી તરિકે ફરજો બજાવતાં હોય તેમ છતાં તેમના બીજી સિડ્યુલ માંથી આવા કાર્યો નિસ્વાર્થ ભાવે કરવાં જોડાય એ ખરેખરમાં સેલ્યુટના હકદાર છે આવાં ઉત્તમ કાર્યો ના વિચારમાત્ર આપણા માટે ઉત્તમ ઉદાહરણ સમાન છે.

IMG-20221219-WA0003-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *