મહેસાણા
મહેસાણા તાલુકામાં આવેલા ખારા ગામનો સોલંકી અજયસિંહ દશરથસિંહ એક વર્ષ અગાઉ એક સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી ભગાડી ગયો હતો. આ સમગ્ર મામલે સગીરાના પરિવાર જનોએ એક વર્ષ અગાઉ આરોપી યુવક સામે લાઘણજ પોલીસ મથકમાં અપહરણ અંગે ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યારે મહેસાણા એએચટીયુ ટીમને બાતમી મળી હતી કે, આરોપી અને ભોગબનનાર સગીરા મહેસાણા માનવ આશ્રમ પાસે આવેલા ગોલ્ડન રેસિડેન્સીમાં છે. જેથી મહેસાણા એસઓજી ટીમ અને એએચટીયુ ની ટીમે બાતમી વાળી જગ્યા પર જઈ આરોપી અને સગીરાને ઝડપી લીધા હતા. આ અંગે વધુ તપાસ માટે બંનેને લાઘણાંજ પોલીસને સોંપવામાં આવ્યા હતા.મહેસાણા જિલ્લામાં સગીરાને લગ્નની લાલચ આપી અને અપહરણ કર્યા બાદ ભગાડી જવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે આવી જ એક ઘટના એક વર્ષ અગાઉ લાઘણજ પોલીસ મથકમાં નોંધાઈ હતી. જ્યાં એક સગીરાનું અપહરણ કરી એક આરોપી ફરાર થતા પરિવારના લોકોએ આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ સમગ્ર મામલે આરોપી અને ભોગબનનાર મહેસાણા ખાતે હોવાની જાણ એએચટીયુ ટીમને થતા બંનેને ઝડપી લીધા હતા.


