મહેસાણા
કડીના ગોવિંદપુરા ગામની મહિલા તેના સંબંધી કલોલ ખાતે હોસ્પિટલમાં દાખલ કરેલા હોવાથી તેમને પૈસા આપવા માટે નિકળી હતી. ત્યારે કડીની બજારમાં ડીલક્ષ મેડિકલ ખાતે દવા લઈ લારી ઉપર ફ્રૂટ ખરીદવા ઊભી રહી હતી. મહિલા લારી ઉપર ફ્રૂટની ખરીદી રહી હતી ત્યારે બે બુકાનીધારી યુવતીઓએ પાછળથી આવી મહિલાની નજર ચુકનીને પર્સ સેરવી લીધું હતું. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. મહિલા જ્યારે ફ્રુટ લઇને પૈસા આપવા પર્સ ચેક કર્યું તો એમાં પૈસા નહોતા. ત્યારે હતપ્રત બનેલી મહિલાએ પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનો કડી દોડી આવ્યા હતા અને પોલીસ મઠકે જાણ કરતા પોલીસે માત્ર અરજી લઇ સંતોષ માંણ્યો હતો.કડી શહેરમાં ચોરી અને લૂંટની ઘટના કઇ નવી વાત નથી. શહેરમાં વધતી જતી ગુનાહિત પ્રવૃતિઓને લઇને કડીની ઓળખ હવે મીની યુ.પી. તરીકે થવા લાગી છે. ત્યારે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. બજારમાં ફ્રુટ ખરીદતી મહિલાની બેગમાંથી ૨૨ હજારની રોકડ ભરેલું પર્સ સેરવી આંખના પલકારામાં બે બુકાનીધારી યુવતીઓ ગાયબ થઇ જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.
