મહેસાણા
મહેસાણા પાસે આવેલા પાંચોટ ગામના રેલવે સ્ટેશન પાસે પસાર થતી માલગાડી હેઠળ કચડાઈ જવાથી આશરે ૩૦ વર્ષના અજાણ્યા યુવાનનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. થતી માલગાડી ટ્રેન હેઠળ કપાઈ જવાથી યુવાનનું મોત નીપજ્યું હતું મૃતક યુવાન પાસેથી તેની ઓળખ થાય તેવી એકપણ વસ્તુ ન મળતાં તેની ઓળખ મેળવવા હાલ તપાસ ચાલુ છે. હાલમાં મહેસાણા તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અજાણ્યા યુવાને આપઘાત કર્યો છે કે પછી અકસ્માતે તેનું મોત થયું છે તેની ખબર તેની ઓળખ થયા બાદ સામે આવી શકશે. જાેકે હાલમાં સમગ્ર મામલે તપાસ એમ.બી.વાઘેલા કરી રહ્યા છે.મહેસાણા તાલુકામાં આવેલા પાંચોટ ગામના રેલવે સ્ટેશન પાસે પસાર થતી રેલ લાઈન પર એક યુવાન ટ્રેન નીચે આવી જતા કચડાઈ ગયો હતો. સમગ્ર મામલે આસપાસના લોકોને જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. હાલમાં પોલીસે યુવાનની ઓળખ અંગે તપાસ શરૂ કરી છે.