Gujarat

મહેસાણાના પ્રવાસીઓની બસ તામિલનાડુમાં ખીણમાં પડી ગઈ

મહેસાણા
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ૩૬ પ્રવાસી અને ૫ રસોઈયા સાથે તામિલનાડુ પ્રવાસ માટે ગયા હતા. બસમાં સવાર હતા એ દરમિયાન એકાએક બસ તામિલનાડુના ખોડાઈ કેનાલ નજીક રોડની સાઇડમાં ખીણમાં ઊતરી ગઈ હતી. જાેકે સદનસીબે બસ ખીણમાં જતાં પહેલાં ઝાડીઓમાં ફસાઈ જતા ખીણમાં પડતાં બચી ગઈ હતી. એને લઇ બસનો કાચ તોડી તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે હાલમાં કેટલાક મુસાફરોને નાનીમોટી ઈજાઓ થઈ હોવાની વિગતો મળી રહી છે.મહેસાણાના ઊંઝા તાલુકાના કેટલાક પ્રવાસીઓ તામિલનાડુ પ્રવાસ માટે નીકળ્યા હતા, જ્યાં તેમને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. જાેકે સદનસીબે પ્રવાસીઓની બસ ખીણમાં ખાબકતાં ખાબકતાં રહી ગઈ હતી, જેથી કોઈ જાનહાનિ થઈ નથી. અમુક પ્રવાસીઓને સામાન્ય ઇજાઓ થઈ હતી, આ અકસ્માતમાં સદનસીબે તમામ મુસાફરો ખીણમાં ખાબકતા રહી ગયા હતા ને તેમનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માતમા બસ ખીણ તરફ અડધી નમી ગઇ હતી, જેથી પાછળનો કાચ તોડીને પ્રવાસીઓને બહાર કઢાયા હતા.

File-02-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *