મહેસાણા
મહેસાણાના સોમેશ્વર મોલમાં સોમેશ્વર ઇન્ફ્રાકોમના વહીવટકર્તા ભાગીદારના નામે વેરાશાખામાં નોંધાયેલ ૧૬ જેટલી દુકાનોનો વેરો બાકી છે. સોમેશ્વર મોલ કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળની કુલ ૧૬ દુકાનનો રૂ. ૧૮૧૬૪૫ વેરો બાકી હોઇ આ તમામ દુકાનો સીલ કરાઇ હતી. આ દુકાનોના શટર ઉપર નગરપાલિકાના અધિકૃત અધિકારીની મંજૂરી સિવાય સીલ ખોલવું નહીં. જાે બાકીદાર કે કબજેદાર મંજૂરી વગર સીલ ખોલશે તો ફોજાદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે તેવી પાલિકાએ નોટિસ લગાવી હતી.મહેસાણાના માનવઆશ્રમ વિસનગર રોડ પર આવેલ સોમેશ્વર મોલ કોમ્પલેક્ષમાં છેલ્લા ચાર વર્ષથી ૧૬ દુકાનનો મિલકત વેરો નગરપાલિકાના ચોપડે બાકી હોઇ ગુરુવારે વેરા શાખાની ટીમ દ્વારા આ દુકાનોને સીલ કરીને નોટિસ લગાવી દેવામાં આવી હતી.


