મહેસાણા
મહેસાણા તાલુકામાં આવેલા નગર ગામમાં નીચલાવાસમાં ઠાકોર અશોકજી અને તેનો દીકરો ઠાકોર પ્રકાશજી વિદેશી દારૂ બહારથી લાવી વેપાર કરતા હતા. તેમજ પોલીસથી બચવા આ બુટલેગર દ્વારા એક અજીબ કીમીયો અજમાવવામાં આવ્યો હતો, જેમાં પોતાના ઘરની બાજુમાં આરોપી પિતા-પુત્ર જમીનમાં ભોંયરૂ બનાવી વિદેશી દારૂનો વેપાર કરતા હતા. સમગ્ર મામલે મહેસાણા એલસીબી ટીમને આ દારૂમાં વેપાર અંગે બાતમી મળતા નુગર ગામે રેડ માર હતી. એ દરમિયાન એલસીબીએ જમીનમાં બનાવેલા ભોંયરામાંથી દારૂની બોટલો કાઢી હતી. તેમજ રેડ દરમિયાન એક ગાડી પણ કબ્જે કરી હતી. આમ એલસીબી ટીમે કુલ ૫ લાખ ૭૮ હજાર ૦૫૮ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉપરાંત રેડ દરમિયાન આરોપી ઠાકોર કાળુજી ઝડપાઇ ગયો હતો અને ઠાકોર અશોકજી અને ઠાકોર પ્રકાશજી ફરાર થયા હતા. સમગ્ર મામલે હાલમાં મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ત્રણ ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.મહેસાણા જિલ્લામાં અવારનવાર વિદેશી દારૂ અંગે રેડ મારી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે મહેસાણાના નુગર ગામમાંથી મહેસાણા એલસીબી ટીમે રહેણાંક મકાનમાં રેડ મારી ખુલી જગ્યામાં બનાવેલા ભોંયરામાં રાખેલો દારૂનો જથ્થો ઝડપી બુટલેગર સામે કાર્યવાહી કરી હતી.


