Gujarat

મહેસાણામાં ૫૦૦ રૂપિયા ઉછીના આપવાની ના પાડતા મિત્રો વચ્ચે ધારિયા ઉડ્યાં

મહેસાણા
મહેસાણા જિલ્લામાં માકણજ ગામે નજીવી બાબતે બે મિત્રો વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં એક યુવકે પોતાના મિત્રને ધારીયા અને લોખંડની પાઇપો મારી હતી. જેથી તે ઈજાગ્રસ્ત થયો હતો. આ સમગ્ર મામલે હાલમાં યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જાેટાણા નજીક આવેલા માકરણ ગામે ઝાલા વિશાલ નામનો યુવક સાંજે જમ્યા બાદ ગામમાં બેસવા ગયો હતો. આ દરમિયાન અજય સિંહ ઝાલા નામના યુવકે ફરિયાદી પાસે ૫૦૦ રૂપિયા ઉછીના માંગ્યા હતા. જ્યાં ફરિયાદીએ પૈસા આપવાની ના પાડતા અજયસિંહ નામના યુવકે ફરિયાદી યુવક પર ધારીયા અને લોખંડની પાઇપ મારી હુમલો કર્યો હતો. અજયસિંહ નામના યુવકે ફરિયાદી યુવક પર ધારીયા વડે હુમલો કર્યા બાદ આસપાસના લોકો આવી જતા તેને વધુ મારથી બચાવ્યો હતો. જે બાદમાં હુમલો કરી યુવક ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યા તેના મોઢાના ભાગે ૧૨ ટાંકા આવ્યાં હતા. તેમજ ફ્રેક્ચર થઈ ગયું હતું. હુમલો કરનાર યુવક વિરુદ્ધ મહેસાણા સાંથલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

File-02-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *