Gujarat

મહેસાણા રેલવેના ઇલેક્ટ્રિક સ્ટોરમાંથી મોટરોની ચોરી કરનાર ૨ શખ્શ રામોસણાથી ઝડપાયા

મહેસાણા
મહેસાણા શહેર મા આવેલ રેલવે સ્ટેશન પર ચાર એક દિવસ અગાઉ સ્ટેશન નજીક આવેલા મહાદેવજી મંદિર પાસે રેલવે ની ઇલેક્ટ્રિક સ્ટોરમાં રાખવામાં આવેલી ૯ જેટલા સબ મર્શિબલ અને એક ઇલેક્ટ્રિક મોટરની ચોરી ની ઘટના સામે આવતા રેલવે ના ઇલેક્ટ્રિક એન્જીનીયર એ રેલ પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી જે કેસમાં રેલવે પોલીસે હાલમાં બાતમી આધારે બે આરોપી ને દબોચી લીધા હતા. મહેસાણા આર.પી.એફ ની ટીમે આ મામલે તપાસ ચાલુ કરતા પોલીસ ને બાતમી મળી હતી કે રામોસણા ગામમાં આવેલ શિવાભાના તબેલા પાસે આવલે ઝૂંપડ પટ્ટી માં રહેતા પ્રવીણ મંગાજી દેવી પૂજક અને જસુ ભુદર ભાઈ દેવું પૂજક નામના બે આરોપીએ ચોરી કરી હોવાની જાણ થતાં પોલીસે ઘરે છાપો માર્યો આ દરમિયાન આરોપીના ઘર આંગણે એક લોડીગ છકડો પડ્યો હતો જેમા ચોરીની મોટર સહિત નો સામાન જાેવા મળતા પોલીસે કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન પોલીસે બે આરોપીને ઝડપી બાદમાં ચોરી કરેલ ૯ સબમર્શિબલ અને ૧ મોટર સહિત કુલ ૬૯ હજાર નો મુદ્દામાલ ઝપ્ત કર્યો હતો તેમજ આ ચોરીમાં હજુ બે વોન્ટેડ આરોપીને ઝડપવા પોલીસે તજવીજ આદરી છે.

File-01-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *