ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના ભરૂચના કર્મચારીઓની વિવિધ 17 જેટલી માંગણીઓ નહિ સંતોષતા આજથી તમામ કર્મચારીઓ માસ સી.એલ. ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો.
ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના રાજ્યના તમામ જિલ્લાઓના હજારો કર્મચારીઓ વિવિધ 17 જેટલી માંગણીઓ નહિ સંતોષતા માસ સીએલ ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. જેના ભાગરૂપે ભરૂચ જીલ્લાના મહેસુલી કર્મચારીઓએ ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે એકત્રિત થઇ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને પ્રમોશન,બઢતી,બદલી અને જૂની પેન્શન યોજના લાગુ કરવા,7મા પગાર પંચ હેઠળ તમામ ભથ્થાનો એરીયર્સમાં ચુકવવા સહીત 17 માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ નહિ કરવામાં આવે તો અગાઉ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જેના ભાગરૂપે તમામ કર્મચારીઓ માસ સી.એલ.ઉપર ઉતરી પડ્યા છે અને દિન સાતમાં તેઓની માંગણીઓ નહિ સ્વીકારવામાં આવે તો 27મી સપ્ટેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરી પડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


