મહોરમ (તાજીયા)નો તહેવાર આવતો હોય કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુલેહશાંતી અર્થે સાવચેતીનાં પગલા લેવા તા.૧-૮-૨૦૨૨ થી તા.૧૦-૮-૨૦૨૨ સુધી (બન્ને દિવસો સહિત) ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ (સને- ૧૯૭૪ અધિનિયમ-૨) ની કલમ ૧૪૪ હેઠળ કોઇપણ ઢોર પશુઓની કતલખાનાં બહાર જાહેર જગ્યાઓમાં કે શેરીઓમાં કતલ કરવા પર પ્રતીબંધ ફરમાવતુ જાહરનામાથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એલ.બી. બાંભણીયાએ તેમને મળેલ સત્તાની રૂએ મનાઇ હુકમ ફરમાવેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઇ.પી.કો. કલમ ૧૮૮ હેઠળ શીક્ષાને પાત્ર ઠરશે.
