માંગરોળ,,,
આ અંગે જાણવા મળતી વિગત મુજબ રાણાભાઇ ખીમાભાઇ મોઢા નિવૃત થયાં બાદ તેઓ પોતાનુ વાહન રાખી ડ્રાઇવીંગ કરતા હતા તેઓ પોતાના તુફાન ગાડી લઈને માંગરોલ થી પેસેન્જર લઇ માતાના મઢ ગયા હતા ત્યાંથી પરત આવવા નીકળેલ ત્યારે કેશોદ પાસેના માણેકવાડા ગામ પાસે વહેલી સવારે પોતાના વાહન મા પંચર પડતા ગાડી સાઈડ મા લઇ ટાયર બદલી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે નીકળેલા અજાણ્યા ટ્રકે હડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા ૧૦૮ દ્વારા જુનાગઢ લઇ જવાતા તેમને મૃત જાહેર કરવામાં આવેલા બનાવ ની જાણ થતાં ડ્રાઈવર વર્તુળ તથા શુભેચ્કો મા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી સ્વ. રાણાભાઈ એસ ટી મા ડ્રાઇવર તરીકે ની લાંબા રૂટ ની ફરજમાં એકપણ અકસ્માત વગર સર્વિસ પુરી કરી હતી ત્યારબાદ પણ સલામત ડ્રાઇવર તરીકે ની છાપ ધરાવતાં હતા ત્યારે વિચિત્ર અકસ્માતમાં મોત થતા અરેરાટી વ્યાપી જવા પામી છે,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


