માંગરોળ તાલુકાના આત્રોલી ગામે રહેતા ૩૬ વર્ષના દિલીપભાઇ દેવાભાઇ ઓડેદરા તા.૨૧/૧૨/૨૦૨૨ને બપોરના ૧૨ વાગ્યા આપસાસ પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર જતા રહ્યા છે. તેમની ઉંચાઇ ૪૮ ફુટ, બાધો મજબુત, રંગ ઘઉંવર્ણો અને માથામાં તાલ છે. દિલીપભાઇએ સફેદ તથા કાળા વાળની દાઢી તથા મૂછ રાખેલ છે અને માથામાં ટોપી પહેરેલ છે. દિલીપભાઇ ગુમ થયા ત્યારે પીળા-સફેદ ચોકડી વાળા શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેર્યું છે. આ યુવાનની કોઇને ભાવ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા શીલ પોલીસે જણાવ્યું છે.
