કોસંબા
માંગરોળના જુના કોસંબા ગામેથી ૮ જુગારીને ઝડપી પડાયા હતા. કોસંબા પોલીસે અંગતરાહે બાતમી મળી હતી કે જુના કોસંબા મુસ્લિમ સોસાયટીમાં ઘર માલિક ફિરોઝ નશરૂલ્લા શેખ પોતાના ઘરમાં પહેલામાળે પત્તા ઉપર જુગાર રમી અને રમાડી રહ્યો છે. જે બાતમી આધારે પોલીસની ટીમે રેડ કરતાં ત્યાં જુગાર રમતા ૮ ઈસમો પકડાઈ ગયા હતાં. પોલીસે તેમની પાસેથી ૨૩૮૦૦ રોકડા, ૭ મોબાઈલ ૬ બાઇક મળી કુલ ૩,૫૬,૮૦૦ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી ફિરીઝ નસરૂલ્લા શેખ, યુનુશમહંમદ અન્સારી, સમીરઅબ્દુલ અંસારી, શાહરૂખ ઈસ્માઈલ પઠાણ, શબ્બિર ઐયુબ દિવાન, સોયેબ હનિફઅબ્દુલ રહીમ શેખ, શોયેબ શબ્બીર શેખ અને મહંમદમયુદ્દીન પાનવાલા (તમામ રહે. કોસંબા)ની ધરપકડ તમામ ઉપર જુગારધારા એક્ટ હેઠળ ફરિયાદ કરી છે.
