માંગરોળ તાલુકાના લોએજ ગામે એસડીબી સ્કુલ ખાતે સ્વર્ગીય લક્ષમણભાઈ એ.નંદાણીયા ની ૧૪ મી પુણ્યતિથિ નિમિત્તે ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પ સાથે નેત્રનિદાન કેમ્પ અને મોતિયાના ઓપરેશ ચક્ષુદાન અને દેહદાન સહિતના શપથ પ્રમાણ પત્ર આપવામાં આવેલ
આ સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવેલ જેમાં સૌરાષ્ટ્રના નામાંકિત ડોકટરો દ્વારા દર્દીઓને ચેકઅપ કરવામાં આવેલ
આ કેમ્પમાં જૂનાગઢ કેશોદ વેરાવળ સહિત અલગ અલગ રોગોના ડોક્ટર માં આંખના ડોકટર હાડકાના ડોક્ટર હૃદય રોગના ડોકટર ડાયાબિટીસના ડોકટર સ્ત્રી રોગ નિષ્ણાત બાળ રોગ ના ડોકટર ચામડી રોગ ના ડોક્ટર દાંતનાં ડોકટર કાન નાક ગાળાના ડોકટર જનરલ સર્જન ન્યુરોલોજિસ્ટ ડોકટર આયુર્વેદિક હોમિયોપેથીક ડોકટરો એ સેવા આપી હતી
સાથે સાથે રક્તદાન કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં માંથી યુવાનો એ મોટી સંખ્યામાં રક્ત દાન કર્યું હતું અને રકત દાન કરનાર રક્ત દાંતોઓ ને ટ્રસ્ટ દવારા સમૃતિભેટ આપી બિરદાવાવમાં આવેલ
તેમજ રાજકોટ રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ આંખની હોસ્પિટલ ના સહયોગથી આંખના દર્દીઓને વિના મૂલ્ય મફત સારવાર આપવામાં આવેલ તેમજ આંખના મોતીયાના ઓપરેશન ની જેને જરૂરત લાગતા તે દર્દીઓને વિના મુલ્યે રાજકોટ આંખની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ ફરી ઓપરેશન કરી પરત મુકી જવામાં આવશે
આ કેમ્પમાં આવેલ તમામ દર્દીઓને ટ્રસ્ટ દ્વારા મફત દવા આપવામાં આવેલ આ ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે, આ સેવા કાર્ય મા ઉપસ્થિત તમામ લોકો તેમજ આ કેમ્પમાં સાથ સહકાર આપનાર તમામ ડોક્ટર શ્રી સહીત તમામ લોકોનો આભાર ટ્રસ્ટના પ્રમુખ જેઠાભાઈ નંદાણિયા એ માન્યો હતો,
રિપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


