માંગરોળ શ્રીમહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ દ્વારા ગાયત્રી પરિવારનાં સહયોગથી શ્રી ગાયત્રી માતાજીના મહા યજ્ઞ
નું સુંદર આયોજન
કરવામાં આવેલ, આ મહા યજ્ઞ નુ મુખ્ય હેતુ કોરોના મહામારી દરમિયાન મૃત્યુ થયેલા સદગત સ્વજનોનાં પવિત્ર અને દિવ્ય આત્મા ની શાંતિ માટે મહા યજ્ઞ કરવામા આવ્યો હતો. યજ્ઞના
મુખ્ય યજમાન પદે પ્રોફેસર પ્રશાંત ચ્હાવાલા સાહેબ હતા.ટ્રસ્ટ નાં દરેક સદસ્યોએ કાર્યક્રમ સફળતા પૂર્વક કામગીરી દ્વારા આ સુંદર આયોજનમા મહાલક્ષ્મી ગૃપ ના તમામ સભ્યોએ દર્શનનો પરિવાર સાથે લાભ લીધો હતો.આ ગાયત્રી મહા યજ્ઞ માં ભા.જ.પ.આગેવાનો. વિશ્વ હિન્દુ પરિષદ ના આગેવાનો. સહીત અન્ય સેવાભાવી સંગઠનોના આગેવાનો.
પત્રકાર મિત્રો તેમજ બહોળી સંખ્યા માં ભાઇઓ અને બહેનો અને વડીલોએ હવનના દશઁન નો લાભ લીધો હતો,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

