ચક્ષુદાન-મહાદાન
માંગરોળમાં રહેતા .મંજુલાબેન હરકીશનભાઈ વાઢેર (ઉ.વર્ષ.૭૦) તે સ્વ હરકીશનભાઈ ના ધમૅપત્નિ તથા હિતેષભાઈ,જયેશભાઈ ,અને ભરતભાઈ ના માતૃશ્રી નું તા.૧૯-૦૩-૨૦૨૨ ને શુક્રવાર,ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળાં પથરાય તેવા હેતુથી તેઓએ તેમના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.
આથી માંગરોળની સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલ તેમજ સેવાયજ્ઞમાં પોતાનુ અમુલ્ય યોગદાન આપનાર પ્રફુલભાઈ નાંદોલાએ આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાન સલાહ્ કેંદ્રના સંચાલક શ્રી નાથાભાઇ ને જાણ કરતા મૃતકના બંન્ને ચક્ષુ લેવામાં આવ્યા હતા.તેમજ મુનિ સંત બાલાજી આઈ બેંક-વેરાવળને આ બંન્ને ચક્ષુ પહોંચાડવામાં આવ્યાં હતાં
વાઢેર પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને સ્વ, મંજુલાબેનને શ્રધ્ધાંજલી અર્પે છે.
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


