માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ.બજરંગ દળ તેમજ શ્રીરામ ધુન મંડળ દ્વારા સમગ્ર હિન્દુ સમાજ ના આરાધ્યદેવ પ્રભુશ્રી રામ ના જન્મોત્સવ રામનવમી ની ધામધૂમ થી ઉજવણી કરવા ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ.
પ્રભુ શ્રીરામે અસુરી શકિતરુપી રાવણ અને રાક્ષસોનો વધ કરી રામરાજ્ય ની સ્થાપના કરેલ. વિશ્વમાં ફરી રામરાજ્યની સ્થાપના થાય તેવી પુર્ણ શ્રધ્ધા અને આરાધના સાથે આ શોભાયાત્રા હરીકીર્તનાલય શ્રીરામ ધુન મંડળથી પ્રસ્થાન કરી શહેર ના મુખ્યમાર્ગો પર નિકળી હતી જેમાં પ્રથમ શ્રીરામ પરાયણ સમિતિ તથા શ્રોતાઓ પોથી સાથે જોડાયા હતા તેમજ સમસ્ત હિન્દુ સમાજ વિશાળ સંખ્યામાં લોકો અને વિવિધ સંગઠનો દ્વારા તૈયાર કરવામાં આવેલ અનેક કલાત્મક અને આકર્ષક ફ્લોટ્સ (ઝાંખીઓ) તેમજ કેસરીયા સાફા માં સજ્જ ભગવા ધ્વજો સાથે શ્રીરામ ભક્તો જય જય શ્રીરામ ના નારાઓ ડીજે ના તાલે ઝૂમી ઉઠ્યા હતા. માંગરોળની આ શોભાયાત્રા તાલુકા ભરની સૌથી મોટી અને સૌથી લાંબા રૃટની શોભાયાત્રા હોવાનું માનવામાં આવી રહિયું છે આ શોભાયાત્રા બહારકોટ થી પ્રસ્થાન થઈ શહેર ના મુખ્ય માર્ગો જેમા માંડવી ગેટ જુના બસસ્ટેન્ડ રામદેવપીર મંદિર થી લીમડાચોક ગાંધીચોક થઈ લાલજી મંદિર ખાતે પૂર્ણ કરવા માં આવી હતી દરેક રુટ પર ધર્મ પ્રેમી લોકો દ્વારા સરબોતો આઇસક્રીમ છાસ અને ઠંઠુ પાણી પીવડાવાની સુંદર વ્યવસ્થા કરાઈ હતી.
લાલજી મંદિર ચોક ખાતે શોભાયાત્રા પુર્ણ કર્યા બાધ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના આગેવાનો દ્વારા પ્રભુ શ્રીરામ લલ્લાનાં જન્મોત્સવની ભવ્ય ઉજવણી માટે જોડાએલા દરેક જ્ઞાતિ મંડળો કલાત્મક આકર્ષક ફ્લોટ્સ સાથે, ધાર્મીક સામાજીક સેવાકીય રાજકીય સંસ્થાઓ સંગઠનો ના આગેવાનોનુ સહીત વિવિધ વેપારી એસોસિએશનોને તન મન ધન થી સહભાગી બનવા બદલ ધન્યવાદ આપ્યુ હતુ તેમજ માંગરોળ પોલીસ વિભાગ દ્વારા સુંદર બંદોબસ્ત રાખી સહયોગ આપ્વા આભાર માનવામાં આવ્યુ હતુ. અયોઘ્યામાં શ્રીરામ મંદિરના ભૂમિપૂજન અને કોરોના ના બે વર્ષ પછી આ પ્રથમ શોભાયાત્રા થઈ હતી જેમાં જૂનાગઢ સાંસદ રાજેશભાઇ ચુડાસમા ભાજપ રાષ્ટ્રીય અગ્રણી વેલજીભાઈ મસાણી,ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ મંથનભાઈ ડાભી,નગરપાલિકા ઉપપ્રમુખ મનોજભાઈ વિઠલાણી, જીલ્લા ભાજપ આગેવાન માલદેભાઈ ભાદરકા, શહેર પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, ઉધોગપતી મેરામણભાઈ યાદવ,રાકેશભાઈ ભરડા,વિશ્વ હિન્દુ પરિષદ સોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઇ મેસવાણિયા, તાલુકા ભાજપ મહામંત્રી દાનાભાઈ ખાંભલા, નગર સેવક કિશનભાઇ પરમાર રણછોડભાઈ ગોસિયા, રાજુભાઈ જોષી વેપારી અગ્રણી હરીશભાઈ રુપારેલીયા, આનંદ ભાઈ લુક્કા,માંગરોળ મીલ વાળા દિલીપભાઈ નથવાણી, અમીતભાઈ સોનેચા, તમામ હિન્દૂ સમાજ ખુબજ હર્ષોઉલ્લાસ સાથે જોડાયો હતો આ શોભાયાત્રા સફળ બનાવવા વિશ્વ હિંદુ પરિષદ પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, મંત્રી પ્રફુલભાઈ નાંદોલા, ઉપપ્રમુખ મહેશભાઈ ઘેરવડા, ઉપપ્રમુખ પરેશભાઈ જોષી, બજરંગદળના અમિસભાઇ પરમાર, ધવલભાઈ પરમાર, ઉમેશભાઈ મચ્છ, અર્જુનભાઈ ખારવા,કમલેશ ગોહેલ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ.બજરંગ દળ ના હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી માંગરોળ શહેરની અંદર મોટી માત્રામાં ગેટ સાથે બેનરો અને હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા અને ગામના રસ્તાઓ ઉપર ભગવા ધ્વજો તેમજ મુખ્ય ચોકો ઉપર રંગોળી કરવામાં આવી હતી ત્યારે એક અદભૂત નજારો બની જતા માંગરોળમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.
રીપોર્ટર ,, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


