જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા અનુસૂચિત જાતી ના પ્રમુખ તરીકે મનીષભાઈ ગોહેલ ની વરણી કરવામાં આવેલ જેમાં ગામડાઓમાં થી અને શહેરના તમામ લોકો એ મનીષભાઈ ગોહેલ ની વરણી કરતા તાળીઓ થી વધાવ્યા હતા
અને સમાજના આગેવાનો દ્વારા ફૂલ હાર પહેરાવી અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવેલ
માંગરોળ માનદાસ બાપુની મઢી ખાતે વણકર સમાજના અગ્રણીઓ દ્વારા પ્રથમ તો જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈ પરમાર અને દેવદાનભાઈ મુસળીયા અને રાવણભાઈ પરમાર નું ફૂલ હર પહેરાવી સન્માન કરવામાં આવેલ
આ મિટિંગ નો મુખ્ય હેતુ એ હતોકે સમાજના તમામ અનુસૂચિત જાતિ ના લોકો એક થાય અને સમાજમાં થતી તમામ પ્રકારની મુશ્કેલીઓ ને દુરકરવા અને સમાજમાં થતા કુરિવાજો અને ખાસ મુખ્ય મુદ્દો હાલની મોંઘવારીમાં થતા ખોટા ખર્ચ રોકવા અને દીકરા દીકરીના લગ્ન સમયે થતા ખોટા ખર્ચ પર બ્રેક મારવી સમાજના બંધારણ અને નીતિનિયમો મુજબ જ કામગીરી કરવા માં આવે અને સમાજને કાઈ પણ થતી મુશ્કેલીઓ માં સાથે ઉભું રહવા હાકલ કરી હતી
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ
Attachments area

